તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પાદરામાં કોરોના નિયંત્રણના દાવાઓ વચ્ચે કોરોના બેકાબૂ

પાદરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોગ્ય વિભાગે જથ્થો આવવાનો હોઇ રસીકરણ ચાલુ કરવાની ખાતરી આપી
 • તપાસના સેમ્પલ ઓછા લઈને આંકડા નીચે લાવવાનો હીન પ્રયાસ
 • પાદરામાં સોમવારે 20 દર્દીઓ કોરોનાથી સંક્રમિત, 10નાં મોત
 • સરકારી તંત્રના ચોપડેે એક પણ મોત નિપજ્યું નથી

પાદરામાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં લેવાના પ્રયત્નોના તંત્રના દાવાઓ વચ્ચે પણ પાદરામાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવતી ન હોય તેવું જણાઈ રહ્યું છે. આવા સમયે તાલુકામાં સેમ્પલ ઓછા લઈને આંકડા નીચે લાવવાનો હીન પ્રયાસ થઈ રહ્યો હોવાનું લોક મુખે ચર્ચાઈ રહેલ છે. જો પરિસ્થિતિ નિયંત્રણમાં હોય તો પાદરાના ખાનગી દવાખાના હાઉસફુલ કેમ છે? તેવો પણ પ્રશ્ન ઉભો થયો છે. પાદરામાં બપોર બાદ અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ સર્જી દઈ સત્તાધીશો એમ માની રહ્યા હતા કે સંક્રમણના આંકડામાં ઘટાડો થશે.

પરંતુ તે નહીં થતા કોરોનાના સેમ્પલો ઓછા કરી આંકડા ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.પાદરામાં સ્વાસ્થ્ય જેવી પાયાની જરૂરિયાત પૂરી નહીં પાડી શકનાર પાદરા આરોગ્ય તંત્ર સામે પાદરા નગરપાલિકાના વહીવટી તંત્રને રજૂઆતો કરવાની હોય છે. પરંતુ પાલિકા સત્તાધીશો દ્વારા આરોગ્ય તંત્રને રજૂઆતો નહીં કરતા હવે લોકોને મુશ્કેલી પડી રહી છે.

પાલિકાના પ્રમુખના મદદનીશ અને પ્રવક્તા ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સદસ્યોએ આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી 18 વર્ષથી વધુ વયના લોકોને વહેલી તકે રસીકરણ થાય તેવી રજુઆત કરાઇ છે. આરોગ્ય વિભાગે 2થી 3 દિવસમાં જથ્થો આવી જશે. જેથી તુરંત રસીકરણ ચાલુ કરવાની ખાતરી આપેલી હતી.

પાદરામાં કોરોનાની મહામારીએ ધારણ કરેલા વિકરાળ સ્વરૂપ જાણે તંત્રને પડકાર ફેંક્યો હોય તેમ નિરંકુશ રીતે રોજે રોજ કોરોનાના વધુને વધુ દર્દીઓ સંક્રમિત થાય છે. આજરોજ સોમવારે 20 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે પાદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 3450 ઉપર પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાના લીધે તંત્રના આંકડે એક પણ મોત નીપજ્યું નથી. તેમ દર્શાવવામાં આવેલું છે. વીતેલા 24 કલાકમાં 10 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.

વીતેલા 24 કલાક દરમ્યાન પાદરા આરોગ્ય તંત્ર દ્વારા 459 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 439 નેગેટિવ આવ્યા હતા. અને 20 પોઝીટીવ આવ્યા હતા. જ્યારે પાદરાના જાસપુર રોડ પર આવેલ મુક્તિધામમાં બે લોકોના કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરાયાનું જાણવા મળે છે. જેમાં મુજપુરના રેલાઈપુરામાં રહેતા રાજુભાઇ સોમાભાઈ પઢીયાર ઉં.42 તેમજ પાદરાના અન્ય એક વ્યક્તિનું નામ જાણવા મળેલું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો