ભાસ્કર વિશેષ:પાદરામાં ધાણી, ચણા, ખજૂરના સ્ટોલ લાગી ગયા

પાદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોળી ધૂળેટી પર્વ આડે હવે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે

પાદરા પંથકમાં હોળી પર્વને લઈને ધાની ચણા ખજૂરના સ્ટોલ લાગી ગયા છે, ત્યારે હોળી ધુળેટી પર્વ આડે હવે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે પાદરાના મુખ્ય બજારોમાં હોળી માટે ધાણી, ચણા, ખજૂર, હાયડા સેવ વગેરેની ખરીદીમાં તેજી આવી છે.

પાદરા વડુ પંથકમાં હોળી ધુળેટી પર્વને લઈને પાદરાના ગાંધી ચોક બજાર, નવી માર્કેટ તાજપુરા રોડ, ફુલબાગ જકાતનાકા ઝંડા બજાર, સ્ટેશન રોડ, ગોવિંદપુરા વગેરે મુખ્ય બજારોમાં ઠેર ઠેર ખજૂર ધાણી ચણાના સ્ટોલ લાગી ગયા છે. જેમ દિવાળીના પર્વમાં મીઠાઈ મુખ્ય વ્યંજન ગણાય છે, તેમ હોડી ધુળેટીમાં ખજૂર ધાણી, ચણાનું ખૂબ જ મહત્વ હોય છે.

દરેક પરિવારો હોળી ઉપર ખજૂર અને ધાણીને અવશ્ય ખરીદી કરે છે ત્યારે આ વર્ષે મકાઈ જુવારની ધાણીના ભાવ ગત વર્ષ કરતા 20 ટકા જેટલો વધારો થયો છે અને ગત વર્ષે 80થી વર્ષે 100 રૂપિયે વેચાતી ધાણી આ વર્ષે 100થી 140 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. જ્યારે અરબસ્તાનમાં ખજૂરનો પાક સારો થતાં ખજૂરના ભાવમાં વધારો થયો નથી. ખજૂર ગર્ત વર્ષે રૂપિયા 50થી 70 કિલો હતી. આ વર્ષે પણ તેના ઉભામાં વધારો થયો નથી.

અન્ય સમાચારો પણ છે...