વિરોધ પ્રદર્શન:પાદરામાં પેટ્રોલના ભાવ વધારાનો કોંગ્રેસનો વિરોધ, 30ની અટકાયત

પાદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે પાદરામાં કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે સુત્રોચાર સાથે ધારણા કાર્યક્રમ યોજાયો. - Divya Bhaskar
પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે પાદરામાં કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે સુત્રોચાર સાથે ધારણા કાર્યક્રમ યોજાયો.
  • ‘અબકી બાર પેટ્રોલ 100 કે પાર’ના સૂત્રોચ્ચાર સાથે કાર્યકરો ઉમટી પડ્યા
  • કોંગી કાર્યકરોના પેટ્રોલપંપ પર ધરણા, સાઇકલ પર સવાર થઈ વિરોધ કર્યો

પાદરામાં કોંગ્રેસ દ્વારા કોરોનાના કહેરમાં પણ પેટ્રોલ, ડીઝલ, તેલ અને ગેસ સહીત જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવા યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો ધરણાં પર બેસી સાયકલ પર સવાર થઈ નીકળી વિવિધ બેનરો સાથે ભા.જ.પા તેમજ મોદી સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરતા કોંગ્રેસના 30 જેટલા કાર્યકરોની પાદરા પોલીસે અટકાયત કરી હતી.

પાદરા જકાતનાકા પોલીસ ચોકી પાસે કોંગ્રેસના કાર્યકરો ભેગા મળી પેટ્રોલપંપ પાસે બેસી જઈ વિરોધ પ્રદર્શન જારી કરી મોદી સરકાર ભા.જ.પા. વિરોધી સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મુકેલું હતું. આ દરમ્યાન અવરજવર કરતા અનેક લોકોના લોક ટોળા ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ પેટ્રોલ પંપ પાસે કોંગ્રેસના કાર્યકરો ધરણાં પર બેસી સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.

અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર પટેલ કોકો, પાદરા ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારનાઓએ સાયકલ પર સવારી કરી હાઈવે રોડ પર જઈ પેટ્રોલ, ડીઝલ, અને તેલના ભાવ વધારાનો વિરોધ કરતા પાદરા પી.આઈ. એસ.એ. કરમુર અને તેમના સ્ટાફના માણસોએ વિરોધ કરતા 30 કાર્યકરોની અટકાયત કરી હતી. અને પોલીસની મીની બસમાં બેસાડી પોલીસ સ્ટેશને લઇ જઈ થોડા સમય બાદ છુટકારો કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાગર કોકો, માજી ધારાસભ્ય નરેન્દ્ર મુખી, જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢીયાર, મુબારક પટેલ વકીલ, પાદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણછોડભાઈ પરમાર, તાલુકા પંચાયત માજી પ્રમુખ ગિરવતસિંહ રાજ, વિરોધ પક્ષ નેતા હાર્દિક પટેલ, કાનજીભાઈ પઢીયાર, સરપંચ સંઘના પ્રમુખ રઘુવીરસિંહ રાજ સહિત વડોદરા જિલ્લા અને પાદરા શહેર તાલુકાના કોંગ્રેસ કાર્યકરો દ્વારા ‘મોંઘા કર્યા પેટ્રોલના દામ ભાજપે આપ્યા પ્રજાને ડામ’ ‘સત્તામાં ભાજપા મસ્ત જનતા ભાવ વધારાથી ત્રસ્ત’ જેવા સુત્રોચ્ચારે આકર્ષણ જમાવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો ‘અબકી બાર પેટ્રોલ 100 કે પાર’ના સૂત્રો સાથે કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...