તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તોમાં અનેરો ઉત્સાહ:પાદરા વડું પંથકમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ

પાદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાનનો જન્મદિવસ ઉજવવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ

પાદરા વડું પંથકના વિસ્તારોમાં ગામોમાં આવેલ વિવિધ મંદિરોમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્વ રહ્યું છે. જન્માષ્ટમી પર્વ અંતર્ગત વિવિધ મંદિરોને સુશોભિત કરી રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે. મોડીરાતના 12:00 વાગ્યાના ટકોરે ભગવાનનો જન્મ સમય દરમિયાન આરતી-ભજન-ધૂન સહિતના વિવિધ કાર્યક્રમો થશે. ભક્તો નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી ના હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

જન્માષ્ટમી પર્વ અંતર્ગત આ વર્ષે સરકારની ગાઈડ લાઈન મુજબ ચુસ્તપણે પાલન સાથે પાદરાના જકાતનાકા પાસે આવેલ ખત્રી મહારાજ મંદિર, પુનિત ચોક વિસ્તારમાં આવેલ વડતાલ તાંબાના સ્વામિનારાયણ મંદિર, સંતરામ મંદિર, ગાંધીચોક બજારમાં આવેલ રામ દ્વારા મંદિર, નાંદેરાશેરી માં આવેલ સત્યનારાયણ મંદિર, ઝંડા બજારમાં આવેલ રામજી મંદિર, પાદરાના વિઠ્ઠલનાથજી મંદિર, શ્રી મહાપ્રભુજી બેઠક મંદિર હવેલી સહિતના અનેક મંદિરો તથા ઘરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાશે.

બીજા દિવસે નામના પાયનાની ભવ્ય ઉજવણી સહિત ભજન-કિર્તન-આરતી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન તેમજ ભક્તો દ્વારા ભવ્ય આયજન કરાયાનું જાણવા મળે છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...