તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:એડવાન્સ રેઝિન પ્રા.લિ.માં લાગેલી આગની સાવલી પોલીસમાં ફરિયાદ

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક તબક્કે આગનું કારણ શોર્ટ સર્કિટનું નોંધાવાયું
  • સાડા ત્રણથી ચાર કરોડના નુકસાનનો આંકડો જાહેર કરાયો

સાવલી તાલુકાના મંજૂસર GIDCમાં એડવાન્સ રેઝિન પ્રા લિ નામની કંપનીમાં લાગેલી આગની સાવલી પોલીસ મથકે કંપની તરફી જાણવાં જોગ ફરિયાદ નોંધાવીને સાડા ત્રણથી ચાર કરોડના નુકસાનનો આંકડો જાહેર કર્યો છે. આગનું કારણ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ હોવાનું નોંધાવ્યું છે.પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સાવલી પોલીસ મથકે ફરિયાદી યુવરાજસિંહ ચૌહાણ રહે મંજૂસર તાલુકા સાવલી પોતાની જાહેરાતમાં જણાવ્યું છે કે એડવાન્સ રેઝિન પ્રા.લિ. નામની કંપની મંજૂસર GIDC પ્લોટ નંબર-54 અને 55માં આવેલી છે જે ભાડે આપેલ છે.

તેમાં તારીખ 14ની રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા કંપનીનો સરસામાન રો-મટિરીયલ તેમજ મશીનરી બિલ્ડીંગ મળીને સાડા ત્રણથી ચાર કરોડનું નુકસાન થયું હોવાનું સાવલી પોલીસ મથકે નોંધાઇ છે. સાવલી પોલીસે જાહેરાતના પગલે કંપનીને લગતા સંબંધિત વિભાગોને પત્ર લખીને જે દિશામાં જરૂરી તપાસ હાથ ધરી છે અને વિવિધ લોકોના નિવેદનો લેવા તજવીજ હાથ ધરી છે.

જ્યારે આધાર ભૂત સૂત્રો મુજબ એડવાન્સ રેઝિન કંપની પાસે બે વર્ષ અગાઉ કેટલાકે ભાડે રાખેલ છે અને તેનું નામ સ્ટાયરો બોન્ડ પ્રા.લિ. છે. આ કંપની સેચ્યુરેટેડ પોલિસ્ટર રેઝિનનું ઉત્પાદન કરે છે અને આ કંપનીના ત્રણથી ચાર ડાયરેક્ટરો છે. આ પોલી સ્ટાર રેઝિન ફાઇબર કોટિંગ કુલિંગ ટાવર તેમજ એરોપ્લેનના વિવિધ પાર્ટ્સના કામમાં આવે છે અને તે બનાવવા પ્લાસ્ટિક કે પીપી તેમજ એચડીપી જેવા પ્લાસ્ટિકના દાણા વપરાય છે અને ગ્લાય કોન દીઝીન એમેઝીન સહિતના કેમિકલ વપરાય છે. આ રેજીન લિક્વિડ રૂપમાં બને છે.

GIDCના વર્તુળો દ્વારા જાણવા મળ્યા મુજબ GIDC પરિસરમાં આવેલી કોઈ પણ કંપની ત્રાહિત ઈસમને ભાડે આપવામાં આવે તો તેને સબલેટ કરવું પડે છે અને તેના ચાર્જીસ ભરવા પડે છે. ત્યારબાદ GIDC ભાડે રાખનાર કંપનીને એલાઉ કરે છે. પરંતુ આ કિસ્સામાં જૂની જ કંપનીના નામ પર કંપની ચાલતી હતી પણ GIDC રેકોર્ડ પર પણ જૂની જ કંપનીનું નામ હાલ પણ ચાલુ છે. દોઢ માસ અગાઉ અન્ય એક કંપનીમાં આગ લાગી હતી તેમાં પણ આજ પ્રકરણ હતું. આમ મંજૂસર GIDCમાં સુવ્યવસ્થિત રીતે અલગ-અલગ નામની કંપનીમાં ભાડે રાખીને પ્રોડક્શન કરવાનું કૌભાંડ ચાલતું હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે.

પોલીસ વિભાગ અને સંબંધિત વિભાગ તલસ્પર્શી તપાસ કરે તો GIDCમાં આ પ્રકારના અને ક કૌભાંડો બહાર આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. સરકારની તિજોરીને નુકસાન કરવાનું મસમોટું કૌભાંડ બહાર આવે તેવી ભીતિ સેવાઈ રહી છે. જ્યારે છેલ્લા બેથી ત્રણ માસમાં સાવલી તાલુકામાં ચારથી પાંચ કંપનીઓમાં લાગેલી આગના પગલે ફાયર એન્ડ સેફ્ટી વિભાગની કામગીરી પ્રત્યે પણ સવાલો ઉભા થયા છે. મોટાભાગની કંપનીઓમાં ફાયરના નિયમોની અનદેખી થતી હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...