પાદરાના જાસપુર ગામે બૈરાજબેન જે પ્રભાતસિંહ હિંમતસિંહ ઉર્ફે છીતુબાવા વાઘેલાની પુત્રી છે. જેને વડીલોપાર્જિત મિલકતમાં ભાગ નહિ આપવાના ઈરાદે સગી બહેન વસંતબેને અન્ય બે બહેનો બૈરાજબા અને આનંદબાના નામ છુપાવી ખોટું બનાવટી પેઢીનામું બનાવી પંચો સાક્ષીઓ યાદવ પ્રવીણસિંહ, વાઘેલા પ્રવીણસિંહ, જાદવ દિલીપસિંહ ત્રણે રહે.જાસપુર, તા.પાદરાની રૂબરૂ માં પેઢીનામું બનાવી વારસાઈ નોંધથી જાસપુર ગામની જમીનમાં પોતાનું નામ દાખલ કરી વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી. તેમજ ગામની અન્ય જમીનમાં તા.12 સપ્ટે.2022ના રોજ વસંતબેને કાચી નોંધથી વારસાઈ કરાવી હતી.
જે કાગળો જોતા નોટરી આર.આર.બ્રહ્મભટ્ટ રૂબરૂ તા.5 ઓગસ્ટ 22ના રોજ વસંતબેન ગોહિલે નોટરાઈઝ પેઢીનામું બાનાવ્યું હતું અને જે પેઢીનામાંના સાક્ષી ઘનશ્યામસિંહ વાઘેલા અને ગંભીરસિંહ વાઘેલા રૂબરૂ પેઢીનામામાં મૈયત પ્રભાતસિંહ વાઘેલાના કાયદેસરના વારસદારો તરીકે પત્ની રામબા તથા પુત્રી વસંતબેન દર્શાવેલ અને બૈરાજબા તથા આનંદબાને દર્શાવેલ ના હતા.
જેની જાણ ફરિયાદી હિંમતસિંહ સોલંકી, રહે.મોરબીને થતાં ઈ ધરા કેન્દ્રે કાચી નોંધ 8753 સામે વાંધો રજૂ કરતાં આરટીએસ તકરારી કેસથી ચાલી જતાં વસંતબેન દ્વારા કરાવેલ નોંધ નામંજૂર કરાઇ હતી. જેથી બૈરાજબાના પુત્ર ફરિયાદી હિંમતસિંહ સોલંકીએ પોતાની હયાત આનંદબા તે હિંમતસિંહ ગોહિલની પત્ની અને પ્રભાતસિંહની દીકરી સાથે મળી 6 ઈસમો વિરુદ્ધ વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી હતી. જેમાં વસંતબેન ગોહિલ, પ્રવીણસિંહ યાદવ, પ્રવીણસિંહ વાઘેલા, દિલીપસિંહ જાદવ, ઘનશ્યામસિંહ વાઘેલા અને ગંભીરસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.