કાર્ય:પાદરામાં રાત્રે 9થી સવારે 6 સુધી નિ:શુલ્ક રિક્ષાની સેવાનો પ્રારંભ

સેવા પાદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુ એકતા ગ્રૂપ દ્વારા રિક્ષાની સેવા શરૂ કરાઈ
  • બીમાર વ્યક્તિને દવાખાને જવા-આવવા માટે સેવા મળશે

પાદરાના હિન્દુ એકતા ગ્રૂપ દ્વારા આષો સુદ - 1 નવરાત્રીના શુભ દિવસે ગુરુવારે ઝંડા બજાર વિસ્તારમાં આવેલ રામજી મંદિરના ટેરેસ ઉપર લાઉડસ્પીકર લગાવવામાં આવ્યું. અને રોજ રોજ સવારે અને સાંજે બે ટાઈમ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા અને રામધૂન વગાડવામાં આવશે તેમ જણાવ્યું હતું. હિન્દુ એકતા ગ્રૂપ પાદરાના સદસ્યો તથા આજુ બાજુના ગામડાના હિન્દુ એકતા ગ્રૂપના સદસ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને સાથે સાથે ગુજરાત સરકાર 108 ઇમરજન્સી વાનની સેવા આપે છે.

તેવી જ રીતે હિન્દુ એકતા ગ્રૂપ પાદરા દ્વારા નવરાત્રીના પહેલા દિવસે પાદરા નગરના નાગરિકો માટે આવી જ ઇમરજન્સી સેવા રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી નિ:શુલ્ક રિક્ષાની સેવા આપવાનો પ્રારંભ કરાયો હતો. જરૂરિયાત મંદ જેમને ઇમરજન્સી હોઈ તેવા લોકોને ઘરેથી દવાખાને કે દવાખાનેથી ઘરે રાત્રી દરમ્યાન કોઈને તકલીફ ના પડે તે હેતુથી હિન્દુ એકતા ગ્રૂપ પાદરા દ્વારા આ સેવા ચાલુ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...