પ્રથમ કસોટી:પાદરા-વડુમાં 20 મહિના બાદ શાળાઓમાં પરીક્ષાનો પ્રારંભ

પાદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાદરા-વડુમાં ધો.9થી 12ની પહેલી કસોટીનો પ્રારંભ થવા પામ્યો હતો. જેમાં મોટા ભાગના અપવાદરૂપ સિવાયના તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેવી જ રીતે મોટા ભાગની શાળાઓએ બોર્ડ દ્વારા પુરા પાડવામાં આવનારા પ્રશ્ન પત્રોના આધારે પરીક્ષા લેવામાં આવી હતી.

પાદરા વડુ પંથકમાં કોરોનાની બીજી લહેરનું જોર ઘટી ગયા બાદ લગભગ 20 મહિના બાદ સોમવારથી ધો.9થી 12ની શાળાઓમાં પહેલી કસોટીનો પ્રારંભ થયો હતો. કોરોના બાદ એક સાથે સૌ પ્રથમ વખત વિદ્યાર્થીઓએ શાળામાં પરીક્ષા આપી હતી. શાંતિ પૂર્ણ માહોલમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ પરીક્ષાઓ લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...