તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CMના હસ્તે શુભારંભ:કરખડીમાં અમી લાઈફ સાયન્સીસના ઔષધ સંશોધન-વિકાસ કેન્દ્રનો CMના હસ્તે શુભારંભ

પાદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરખડી ખાતે અમી લાઈફ સાયન્સીસના હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કર્યો હતો. - Divya Bhaskar
કરખડી ખાતે અમી લાઈફ સાયન્સીસના હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કર્યો હતો.
  • અધતન સુવિધાથી ઔષધ ઉદ્યોગના વિકાસને વધુ વેગ મળશે : CM
  • અમી લાઇફ સાયન્સીસ 40થી વધુ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિયન્ટ તૈયાર કરે છે

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ખાતે અમી લાઈફ સાયન્સીસના હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વડોદરા ઔષધ ઉદ્યોગનું હબ છે ત્યારે આ અતિ અધતન સુવિધાથી ઔષધ ઉદ્યોગના વિકાસને વધુ વેગ મળશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હરેક ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાનું ‘ મેઇક ઇન ઇન્ડીયા’’ને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી છે. ત્યારે અમી લાઇફ સાયન્સીસ આ નેમને સાકાર કરતાં 40થી વધુ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇંગ્રેડિયન્ટ તૈયાર કરે છે. આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે યુ.એસ.એ સહિત વિશ્વના અનેક દેશોમાં હેલ્થકેર એકસપેન્ડીચર ઘટાડવામાં ભારતની જેનેરીક દવાઓનો મહત્વનો ફાળો રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિવિધ ફાર્મા કંપની રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓ માટેના રિસોર્સીસ પણ વિકસાવી રહી છે. આજે હવે એમાં એક વધુ નામ અમી લાઇફ સાયન્સીસનું ઉમેરાયું છે.

અમી લાઇફ સાયન્સીઝ દ્વારા કન્યા કેળવણી માટે 11 લાખની સખાવત
દવા ઉદ્યોગના ક્ષેત્રમાં સંશોધન વિકાસ અને ખૂબ જરૂરી એ.પી.આઇ.ના ઉત્પાદન સહિત પાદરા તાલુકાના કરખડી સ્થિત અમી લાઇફ સાયન્સીઝ રાજ્ય સરકારના વિવિધ સમાજ પ્રોત્સાહક અભિયાનોમાં યોગદાન આપે છે. એ પરંપરાને આગળ ધપાવતા કંપનીના સી.એમ.ડી. ગિરીશ ચોવટીયાએ રાજ્ય સરકારના કન્યા કેળવણી અભિયાન માટે રૂ.11 લાખની સખાવત મુખ્યમંત્રી વિજય રૂપાણીને અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...