સફાઈ કર્મચારીઓને નોટિસ:પાદરા પાલિકાના સફાઈ કર્મચારીઓ 6 દિવસથી હડતાળ પર ઉતરી જતાં ઠેરઠેર ગંદકીના ઢગલાં

પાદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના 70 કર્મીઓ વિવિધ માગોને લઇ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે

પાદરા નગરપાલિકાના 28 કાયમી સફાઈ કર્મચારીઓ કોઈપણ જાતની જાણ કર્યા વગર અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જતા નગરપાલિકાના ચીફ ઓફિસરે નોટિસ મળેથી ફરજ ઉપર તાત્કાલિક હાજર નહીં થાય તો ફરજ મોકુફી ઉપર ઉતારી નિયમોનુસારની કાયદેસરની કાર્યવાહી કરવાની લેખિત કારણદર્શક નોટિસ આપતાં સફાઈ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

સફાઈ કર્મચારીઓ દ્વારા નાગરિકોની સ્વાસ્થ્યને હાનિ થાય તેને લગતું કામ કરેલ છે. નોટિસ મળેથી તાત્કાલિક હાજર નહીં થાય તો મોકૂફી ઉપર ઉતારી નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા ફરજ પડશે તેવી કારણદર્શક નોટિસ 18 કાયમી સફાઈ કર્મચારીઓને બજવણી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પાલિકાના 70 કર્મચારીઓ દ્વારા 6 દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરેલા છે.

કર્મચારીઓ દ્વારા મંગળવારના રોજ કચેરીના પટાંગણમાં આંદોલન ઉગ્ર બનાવી ગરબા-રામધૂન કરી વિરોધ પ્રદર્શન કરી ઓફિસરનો હુરિયો બોલાવ્યો હતો. બીજી તરફ નગરપાલિકા સતામાં આવતા કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવાથી તૈયાર હોવાનું પ્રવક્તા પ્રમુખે જણાવ્યું છે છતાં પણ સફાઈ કર્મચારી ભરતીના મુદ્દે હડતાલ પર ઉતરેલા છે, જેઓની માગણી રોસ્ટર અને અનામત નાબૂદી કરવાની છે. 28 કર્મચારીઓ જેમાં કાયમી કર્મચારીઓ છે. ભરતીમાં લાભ લેવા તો નથી છતાં પણ તેઓ ગેરકાયદે રીતે હડતાલ પર ઉતરેલા છે.

અન્ય સમાચારો પણ છે...