તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ચોક્સી કે.કે. ગર્લ્સ સ્કૂલનું અધૂરું કામ કરનાર કોન્ટ્રાક્ટરનું બીલ નહીં ચૂકવવા રજૂઆત

પાદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાદરા શહેર ભાજપા મહામંત્રી શૈલેષ પંચાલ દ્વારા પાલિકાના સીઓને લેખિત રજૂઆત કરાઈ

પાદરાના સ્ટેશન રોડ પર આવેલ કે.કે.ચોક્સી ગર્લ્સ હાઈસ્કૂલનું કામ અધૂરું તેમજ સી.એસ. અને તકલાદી કામ કરનાર કોન્ટ્રાક્ટરનું બિલ નહિ આપવા તેમજ ડિપોઝિટ જપ્ત કરવા માટે પાદરા શહેર ભાજપા મહામંત્રી શૈલેષ પંચાલે લેખિત રજૂઆત પાદરા નગરપાલિકા ચીફ ઓફિસરને કરતા પાદરા શહેર ભાજપાના રાજકીય રૂપક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.

પાદરા સ્ટેશન રોડ પર આવેલ કે.કે.ચોક્સી ગર્લ્સ હાઈસ્કૂલનું નવીન બિલ્ડીંગનું બાંધકામ SJMMSVY યોજના હેઠળ આશરે અઢી કરોડના ખર્ચે બાંધવામાં આવેલ છે. જેમાં નવીન બિલ્ડીંગનું બાંધકામ કરનાર સર્વમંગલમ કન્ટ્રક્શનનું ચીફ ઓફિસર, નગરપાલિકા એકાઉન્ટન્ટ પ્રમુખની મિલીભગતથી સદર બિલ્ડીંગનું કામ અધૂરું હોવા છતાં ગેરકાયદે રીતે મિલીભગતથી ફાઇનલ બિલ સર્વ મંગલમ કન્ટ્રક્શનના માલિકોએ મોટી નાણાંકીય ઉચાપત કરી પાદરા પાલિકાને ગુજરાત સરકારના નાણાંનો દૂર ઉપયોગ કરેલ છે.

જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા 20 ટકા જેટલું કામગીરી શાળાના નવીન બિલ્ડીંગનું બાંધકામ બાકી છે. જે નાણાંથી શાળાના બાકી રહેલા બાંધકામ પૂર્ણ કરવા તથા શાળાના બાંધકામ ટેન્ડરની તદ્દન વિપરીત કરતા હોવાની ફરિયાદ થવા પામેલ છે. જેની તપાસ ચાલુ છે. શાળાના વચ્ચેના ભાગમાં હજુ બાકી છે. SJMMSVY યોજના પરિપત્ર ટેન્ડરના નિયમો સરકારના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થયેલો છે.

કોન્ટ્રાકટર દ્વારા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓની અભ્યાસ માટેની બેન્ચિસો, બોર્ડ તેમજ શાળાના ડેડસ્ટોક પ્રમાણેના સામાન પણ ગેરવલ્લે કરી શાળાને, વિદ્યાર્થીઓને મોટું આર્થિક નુકસાન કર્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા હાઈસ્કૂલના કમ્પાઉન્ડ વોલ પર ગાયકવાડી લોખંડની વધુ મૂલ્યવાન બારીઓ, લોખંડની જારીઓ જિલ્લા પંચાયતની હતી. તે પણ મિલીભગતથી બારોબાર વેચીને નુકસાન કર્યું છે. આથી ફોજદારી રાહે F.I.R કરી મુદ્દામાલ જપ્ત કરવા લેખિત રજૂઆત કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કમિશનર ગુજરાત તકેદારી આયોગમાં તપાસ ચાલુ હોઈ કોન્ટ્રાકટરને ડિપોઝિટ આપવી નહિ. તેમજ તેની સામેં ફોજદારી રાહે પગલાં ભરવા લેખિત રજૂઆત શૈલેષ પંચાલ પાદરા શહેર ભાજપાના મહામંત્રીએ કરતા પાદરા શહેર ભાજપના રાજકીય કુરુક્ષેત્ર ખળભળાટ મચી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...