તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાદરા ભાજપ દ્વારા ચોક્સી કે. કે. ગર્લ્સ હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્ર્મ યોજાયો

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જળ, જમીન, જંગલની સાથે પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કરાયો

ગુરુવારે પાદરા ભાજપ દ્વારા ચોક્સી કે. કે. ગર્લ્સ હાઈસ્કૂલમાં વૃક્ષા રોપણ કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો. જેમાં પાદરા ભાજપા વૃક્ષારોપણના ઇન્ચાર્જ પરેશ ગાંધીએ જણાવ્યું કે, ડો. શ્યામા પ્રસાદ મુખર્જી જેઓ ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ અને કાશ્મીરની લડત માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા પ્રખર રાષ્ટ્રભક્ત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને કોટી કોટી વંદન કર્યાં હતાં. અને પાદરા નગરમાં વૃક્ષારોપણ થકી પાદરા નગર હરિયાળું બને તે માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો.

જ્યારે ભાજપાના મહામંત્રી શૈલેષ સ્વામીએ જણાવ્યું કે, ભાજપ દ્વારા સેવા હી સંગઠન અંતર્ગત તા. 21 જૂનથી 6 જુલાઈ દરમ્યાન વિવિધ સગઠનાત્મક તથા સેવા પ્રકલ્પો દ્વારા જન જન સુધી પહોંચીને સેવાકાર્યો કરવા જણાવ્યું, વૃક્ષ વાવીશું તો પાદરા હરિયાળું બનાવીશું, સર્વે પાદરા વાસીઓને અપીલ કરી કે વૃક્ષ વાવો, પાદરાને લીલુંછમ્મ બનાવો. ગુરુવારના દિવસે પાદરા નગરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ અને જળ, જમીન, જાનવર અને જંગલની જાળવણી સાથે પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કરવ્યા હતા. તેમજ સૌ સંકલ્પ કરીએ કે પ્રકૃતિ અને પ્રાકૃતિક સંપદા સાથે હાથ મિલાવીને તેનું સંરક્ષણ કરીએ તથા ઓછામાં ઓછું એક વૃક્ષ રોપીને તેનું જતન કરવાનું પ્રણ લઈએ.

આ વૃક્ષા રોપણ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપા મહિલા મોરચાનાં પ્રમુખ મનીષાબેન ભાવસાર, શહેર ભાજપા પ્રમુખ કૌશિકભાઈ પટેલ, પાદરા ભાજપા મહામંત્રી શૈલેષ પંચાલ, અર્પિત ગાંધી, વડોદરા જિલ્લા ભાજપા કિશાન મોરચાનાં પ્રમુખ જીતેન્દ્ર સિંહ વાઘેલા, ઉપપ્રમુખ અપૂર્વ પટેલ, વગેરે સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...