ઉજવણી:મોભાની વાકળ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી

પાદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાયન્સ ક્લબ ઓફ બરોડા સ્ટેડિયમ ડિરેક્ટર તથા વાકળ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજન

પાદરા તાલુકાના મોભા ખાતે વાકળ હાઈસ્કૂલ મોભા રોડમાં વાર્ષિક રમતોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી. લાયન્સ ક્લબ ઓફ બરોડા સ્ટેડિયમ ડિરેક્ટર તથા વાકળ હાઈસ્કૂલ મોભારોડના સંયુક્ત ઉપક્રમે આ વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય ઉદઘાટક કિરણભાઈ દવે (બીસીએ બરોડા કિકેટ એસોસિએશન કમિટીના સભ્ય), વાકળ કેળવણી મંડળના મંત્રી નરેન્દ્રભાઇ પટેલ, મંત્રી મિલિન્દભાઈ પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાયૅક્રમની શરૂઆતમાં પ્રાથમિક વિભાગની દીકરીઓના સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરાયું હતું. શાળાના ઈન્ચાર્જ આચાર્ય કે. એલ. વણકરે મહેમાનોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. જ્યારે વ્યાયામ શિક્ષક ડી. વી. મકવાણાએ ધ્વજ પરેડ ક્લેસથીક દાવ પિરામિડ લેઝીમ ડાન્સ જેવી જુદી જુદી એક્ટિવિટી કરાવી મહેમાનોને મંત્ર મુગ્ધ કર્યા હતા.

મુખ્ય મહેમાનના વરદ હસ્તે મશાલ પ્રગટાવી, ફટાકડા ફોડી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઉદઘાટક કિરણ દવેએ શાળાનું નૈસર્ગિક વાતાવરણ અને બાળકોના ઉત્સાહની પ્રશંસા કરી હતી. તેમજ આવનારા સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ રમત(ગેમ) માટેના માર્ગદર્શનની જરૂરિયાત હશે તો શાળાનો પરિવાર મદદરૂપ થશે. જેથી સારા રમતવીરો બહાર આવી શકશે. તેઓ ખેલદિલીપૂર્વક રમે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અંતે રાષ્ટ્ર ગીતનું સામૂહિક ગાન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...