તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:પાદરામાં વધુ 30 કોરોના કેસ, પ્રજામાં ફફડાટ

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય તંત્ર દ્વારા કોરોના તપાસના 482 સેમ્પલ લેવાયા જેમાંથી 452 નેગેટિવ મળ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ તેજ બન્યું, મૃત્યુ આંકમાં પણ વધારો નોંધાયો

પાદરામાં આજે ચોથા દિવસે પણ કોરોના કેસમાં સતત વધારો થવા પામ્યો છે. આજે વધુ 30 કોરોનાના કેસ નોંધાતા પાદરા શહેર તાલુકાના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાદરામાં આરોગ્ય તંત્ર ભલે કોરોનાના કેસ ઘટી રહ્યું હોય તેમ જણાવતા હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે ચોથા દિવસે પણ કોરોનાનું સંક્રમણના દર્દીઓના વધુ 30 કેસ નોંધાયા હતા. પાદરામાં છેલ્લા ચાર દિવસથી સતત વધારો દેખાતા હવે લોકોના જીવ પડીકે બંધાયા છે. પાદરામાં વીતેલા 24 કલાકમાં પાદરા આરોગ્ય તંત્ર દ્વારા 482 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જેમાંથી 30 કોરોના પોઝીટીવ આવ્યા હતા. અને 452 નેગેટિવ આવ્યા હતા. ગઈકાલે 581 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 25 કોરોનાના કેસ નોંધાયા હતા. આજે ઓછા સેમ્પલ લેવામાં આવ્યા હતા છતાં પણ વધારો જોવા મળ્યો જે કોરોનાનો વિસ્ફોટ થવા પામ્યો છે.પાદરામાં કોરોનાની સારવાર દરમ્યાન પહેલાં કરતા મૃત્યુ આંકમાં ઘટાડો નોંધાયો છે. તે સારા સમાચાર છે. જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ કોરોનાના ચોથા દિવસે પણ સતત વધારો દેખાતા ચિંતાનો વિષય બનવા પામ્યો છે. હવે આરોગ્ય તંત્ર પણ રઘવાયું બન્યું છે.

પાદરાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ ફેલાઈ રહ્યું છે. આ સંક્રમણ હવે ગામડા સુધી પહોંચ્યું હોવાથી આવનારા દિવસોમાં કોરોનાના દર્દીઓમાં ઘણો ચિંતાજનક વધારો થાય તેવી શકયતા દેખાઈ રહી છે. પાદરા શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કહેર વચ્ચે લક્ષણો ધરાવતા દર્દીઓની કતારો કલીનીક પર જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું ટેસ્ટિંગ નહીં હોવાથી કોરોનાના દર્દીઓની ઓળખ થતી નથી અને આવા દર્દીઓ તાવ, ખાંસી, શરદી, વગેરેની દવા લઇ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમા ંપણ મૃત્યુ આંકમાં વધારો જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...