તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાદરામાં ‘સ્વાસ્થ્ય સ્વંયસેવક અભિયાન’ માટે બૂથ લેવલ સ્વંયસેવકની ટીમના પ્રશિક્ષણની બેઠક મળી

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવનિયુક્ત વિવિધ મોરચાના પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું

પાદરા APMCમાં બુધવારે ભારતીય જનતા પાર્ટી પાદરા સ્વાસ્થ્ય સ્વંયસેવક અભિયાન માટે બુથ લેવલ સુધી સ્વંયસેવકની ટીમ તૈયાર કરી દેવામાં આવી છે. આ ટીમને સ્વાસ્થ્ય સ્વંયસેવક અભિયાન માટે પ્રશિક્ષણ વર્ગ આગામી સમયમાં રાખવામાં આવેલ છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક તેમજ નવનિયુક્ત મોરચાના પદાઅધિકારીઓનું સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો.

જેમાં પાદરા નગર ભાજપા મહામંત્રી શૈલેષ સ્વામીએ પ્રાસંગિક ઉદબોધનમાં સૌ પદાધિકારીઓને માર્ગદર્શન આપતા સ્વાસ્થ્ય સ્વંયસેવક અભિયાન અંતર્ગત ભાજપા દ્વારા દરેક સ્વાસ્થ્ય કર્મીકાર્યકરોને તા.1 સપ્ટેમ્બરથી તા.25 સપ્ટેમ્બર સુધીમાં વિવિધ કાર્યકમો કરવા અંગે માહિતી આપી તેમજ તા.17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી નિમતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા જણાવ્યું હતું. જ્યારે જિલ્લા કિસાન મોરચાનાંપ્રમુખ જિતેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે,સ્વાસ્થ્ય સ્વંયસેવક અભિયાન માટે ભાજપા દ્વારા સ્વાસ્થ્ય કિટ આપવામાં આવશે. જેમાં સ્વાસ્થ્ય સ્વંયસેવક ટીમે દરેક બુથ સુધી દરેક વિસ્તારોમાં સેવા કરી લોકોને સેવા કરવા આહવાન કર્યું.

પાદરા નગરના વિવિધ મોરચાના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું. જેમાં જિલ્લાના હોદ્દેદર જિલ્લા ઉપપ્રમુખ અંજુબેન ગોહિલ, કિશાન મોરચા પ્રમુખ જિતેન્દ્ર વાઘેલા,પાદરા ભાજપા મહામંત્રી શૈલેષ પંચાલ, વડોદરા જિલ્લા સ્વાસ્થ્ય સ્વંયસેવક અભિયાનના સહ ઇન્ચાર્જ સંજય પટેલ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મનીષાબેન, APMCના ઉપપ્રમુખ સચિન ગાંધી, અર્પીત ગાંધી, કારોબારી ચેરમેન નયન ભાવસાર,તેમજ પાદરા નગર સંગઠનના તમામ હોદ્દેદરોઓ પાદરા નગર તમામ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ,ભાજપના નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. જ્યારે આભારવિધિ વડોદરા જિલ્લા સ્વાસ્થ્ય સ્વંયસેવક અભિયાનના સહ ઇન્ચાર્જ સંજય પટેલ અગરબત્તીવાળાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...