આયોજન:પાદરાના ડભાસામાં ‘સેવા હી સંગઠન’ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

પાદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભાસામાં સેવા હી સંગઠન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. - Divya Bhaskar
ડભાસામાં સેવા હી સંગઠન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
  • સરપંચ, ગ્રામજનો અને ભાજપના કાર્યકરોના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીજી સરકારને 7 વર્ષના સુશાસન પૂર્ણ થતાં સમગ્ર દેશમાં સુશાસન દિવસ નિમિત્તે સેવા કર્યો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભાજપ દ્વારા ‘સેવા હી સંગઠન’ દ્વારા પ્રજાહિતના સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે.પાદરા તાલુકાના ડભાસા ગામે સરપંચ મનોજ પટેલ તથા પાદરા તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા ડભાસા હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમામા સહિત APMCના ડિરેક્ટર પુષ્પરાજ પટેલ, પાદરા ભાજપા મહામંત્રી શૈલેશ સ્વામી, ડભાસા સરપંચ મનોજ પટેલે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

આ ‘સેવા હી સંગઠન’ કાર્યક્રમમાં બરોડા ડેરીના ચેરમેન, પાદરા પૂર્વ ધારાસભ્ય દીનુમામાએ જણાવ્યું કે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદીજી સરકારને 7 વર્ષના સુશાસન પૂર્ણ થતાં સમગ્ર દેશમાં સુશાસન દિવસ નિમિત્તે સેવા કર્યો કરવાના ભાગરૂપે પાદરાના ડભાસા ખાતેની હાઈસ્કૂલમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનો સહિત મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. જે રક્તદાન કોરોના મહામારી તેમજ અન્ય મહામારીઓ કે કુદરતી આફતોમાં પાદરાના યુવાનો સામાન્ય પ્રજાની પડખે ઊભા રહેશે.

જ્યારે એપીએમસીના ડિરેક્ટર પપ્પુ પટેલે જણાવ્યું કે, સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે, સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે. આથી પાદરા તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા ડભાસા ખાતે કોરોના મહામારીમાં ભાજપા કાર્યકરો સાથે રહી લોકહિતમાં આ રક્તદાન કરવામાં આવેલ છે. આમાં સૌથી વધુ યુવાનોએ રકતદાન શિબિર યોજાઇ છે. જેમાં પાદરા તાલુકા મહામંત્રી સુરેશભાઈ પટેલ, લાલજી બાવા પઢિયાર, પાદરા શહેર ઉપપ્રમુખ અપૂર્વ પટેલ, વિજયસિંહ ગોહિલ, જિલ્લા યુવા ભાજપાના રવિન્દ્રશિહ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા, રોહિત શર્મા, કિશન જોશી વગેરે સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...