તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી:પાદરા પાલિકાના સાત વોર્ડની 28 બેઠક પર BJP, RSPએ ફોર્મ ભર્યા

પાદરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાલિકા ચૂંટણી માટે ફોર્મ ભરવા આવેલા ઉમેદવારો. - Divya Bhaskar
પાલિકા ચૂંટણી માટે ફોર્મ ભરવા આવેલા ઉમેદવારો.
 • દિનુમામાની અધ્યક્ષતામાં ભાજપાની રેલી નીકળી
 • RSPના ઉમેદવારો પણ બાઈક રેલી કાઢી ફોર્મ ભરવા આવ્યા

સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં પાદરા નગર પાલિકા ની ચૂંટણી ૨૮ મીએ યોજાશે, જે માટે શનિવારે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ દિવસ હોવાથી ઉમેદવારો નો ઘસારો જોવા મળ્યો હતો. પાદરા નગર પાલિકા ની ૭ વોર્ડમાં યોજાનાર ચૂંટણી સંદર્ભે શનિવાર ના રોજ ભાજપા ના તમામ ૨૮ ઉમેદવારો એ ફોર્મ ભરવા માટે બરોડા ડેરી ના ચેરમેન દિનુમામા ની અધ્યક્ષતા માં વિશાળ રેલી કાઢી હતી જે પાદરા ના નવાપુરા થી મુખ્ય બજારો મા રેલી સ્વરૂપ નીકળ્યા હતા જે તાલુકા સેવા સદન ખાતે પહોચ્યા હતા. જેમાં દિનુમામા સહિત અનેક અગ્રણીઓ અને ઉમેદવારો તેમજ સમર્થકોની હાજરીમાં ફોર્મ ભરાયા હતા.

પાદરા ભાજપા નાં કાર્યકરો સહિત ઉમેદવારો અને સમર્થકો પણ રેલી માં જોડ્યા હતા જ્યાં પાદરા શહેર ભાજપ ના પ્રમુખ પણ તમામ બેઠકો ભાજપના ફાળે જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ત્યારે બીજી બાજુ આર.એસ.પી. એ પાદરા નગર વોર્ડ નંબર ૩ મા ૨ ઉમેદવાર અને વોર્ડ નંબર ૪,૫,૬, મા ચાર ચાર ઉમેદવાર ની પેનલ મળી કુલ ૧૪ ઉમેદવારો ચુંટણી જંગ મા ઉતાર્યા અને કોંગ્રેસ દ્વ્રારા ૨૮ પૈકી ૨૩ ઉમેદવારો ચુંટણી જંગ મા ઉતાર્યા , કુલ મળી ને નગર પાલિકા ની ૨૮ બેઠકો પૈકી કુલ ૮૫ ફોર્મ ભરાયા હતા.

શનિવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી ભાજપા માટે માથા નો દુખાવો બનેલ વોર્ડ નંબર ૨,૪,અને ૬ ના ઉમેદવારો ના નામ ફેરબદલ કરવામાં આવ્યા હતા અને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તાલુકા પંચયાત ની બેઠકો માટે કુલ ૧૦૩ ફોર્મ ભરાયા હતા, જયારે જીલ્લા પંચયાત ની ૬ બેઠકો માટે કુલ ૨૨ ફોર્મ ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો