વિવિધ આયામોની ચર્ચા:પાદરામાં ભાજપા દ્વારા અલ્પકાલીન વિસ્તારક યોજનાની કાર્યશાળા યોજાઈ

પાદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેઠકમાં સંગઠનને લગતા વિવિધ આયામોની વિસ્તૃત ચર્ચા કરાઈ

પાદરામાં ભાજપા દ્વારા દીનુમામા પાર્ટી પ્લોટ ખાતે અલ્પકાલીન વિસ્તારક યોજનાની કાર્યશાળામાં યોજાઈ હતી. જેમાં પાદરા વિધાનસભાના તમામ બુથોમાં અને શક્તિ કેન્દ્રમાં કરજણ નગર અને તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા તા. 10, 11, 12ના 3 દિવસોમાં ભાજપના કાર્યકર્તાઓ પ્રત્યેક બુથમાં જઈ વિવિધ સમાજના આગેવાનો સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે અને પ્રત્યેક બુથ શક્તિ કેન્દ્ર મજબૂત થાય તે હેતુ માટે પ્રવાસી કાર્યકર્તાઓને તાલીમ આપવા માટે અલ્પકાલીન વિસ્તાર યોજના અંતર્ગત દરેક કાર્યકર્તા બુથ સુધી પહોંચે તે માટે પાદરામાં તમામ જગ્યાએ અલ્પકાલીન વિસ્તાર આપો આપ દરેક બાબતો સુધી પહોંચશે.

આ અલ્પકાલીન વિસ્તાર યોજના કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન ભાજપા મહામંત્રી શૈલેષ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પાદરા નગર અને તાલુકાના કુલ 146 બુથોમાં અને તમામ શક્તિ કેન્દ્રમાં કામ કરવા હાકલ કરી હતી. તેમજ જણાવ્યું કે પ્રત્યેક કાર્યકર્તા જે કરજણથી અલ્પકાલીન વિસ્તાર યોજનામાં જેને જેને જવાબદારી મળી છે તે કરજો અને તમામ કાર્યકર્તાઓ આજે જે બુથમાં જવાના હોય તે બુથના આગેવાનો અને કાર્યકરો બુથ અને શક્તિ કેન્દ્ર સુધી પહોંચી કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરી તમામ વિગતો સરળ એપ ડાઉનલોડ કરીએ.

પાર્ટીની સૂચના અનુસાર પંચનિષ્ઠાથી કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. જ્યારે પ્રદેશ સંવાદ અને સંગઠનએ ભાજપાના પ્રાણ કાર્ય છે. પાદરા વિધાનસભાના કર્મઠ કાર્યકર્તાઓનું ભાવભર્યા સ્વાગત માટે સૌ કાર્યકર્તાઓએ ઉપસ્થિત સૌ વિસ્તારક સાથે વિવિધ સાંગઠનીક ચર્ચા કરી માર્ગદર્શિત કર્યા હતા. પાદરા તાલુકા પંચાયત સીટના કાર્યકતાઓ, જિલ્લા પંચાયતના સભ્યો, નગર પાલિકાના સભ્યો સાથેની બેઠકમાં સંગઠનને લગતા વિવિધ આયામોની વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં યુવાઓ તથા ઉપસ્થિત આગેવાનોને માર્ગદર્શન આપ્યું.

અન્ય સમાચારો પણ છે...