ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત:ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરાયાં

પાદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાદરામાં ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. - Divya Bhaskar
પાદરામાં ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું.
  • ભાજપ સરકારનો હિસાબ કિતાબ જનતાને આપવા ઉનાઈ માતાના મંદિરથી ફાગવેલ સુધી યાત્રાનું આયોજન કરાયું છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વચ્ચે ભાજપની ભરોસાની સરકારનો હિસાબ કિતાબ જનતાને આપવા માટે ભાજપા દ્વારા ઉનાઈ માતાજીના મંદિર ખાતેથી ફાગવેલ સુધી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે યાત્રાનું આગમન પાદરામાં થતાં પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમામા દ્વારા સહિત ભાજપના સેંકડો કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. અને જાહેર સભાને સંબોધી હતી અને હાસ્ય કલાકાર લહેરી ભગતનો લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી હતી.

પાદરાના પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ ખાતે જાહેરસભામાં પરિવર્તિત થયેલી યાત્રામાં ભાજપ ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત વિકાસ મોડલને દેશના અનેક રાજ્યોમાં પણ અપનાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરીમાં આજના ગુજરાતને ડબલ એન્જિનની સરકાર મળી છે.

સમગ્ર દેશના અન્ય પ્રદેશોને પણ ગુજરાત અને ગુજરાત વિકાસ મોડલ ઉપર વિશ્વાસ અને ભરોસો છે. અને વિરોધી પક્ષો જોડે કોઈ મુદ્દા નહિ હોવાથી હતાશા - નિરાશા થઈ ગયા છે. અને ગાળો આપવાનું કામ કરી રહ્યા છે. અને રેકોર્ડ બ્રેક બેઠકો જીતશે તેવો વિશ્વાસ ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે હુંકાર કર્યો હતો. ગુજરાતની આં ચૂંટણીનું પરિણામ આવનાર પછી ભારતીય જનતા પાર્ટી સામે કોઈ પણ પક્ષ ચૂંટણી લડવાનું નામ નહિ લે. વધુમાં દેશમાં કોંગ્રેસે કોઈ કામ કર્યું નથી અને આજે એટલે જ એમની પાસે કોઈ કામ નહિ હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...