ગામમાં રોષ:ભદારીના સરપંચે રૂ. 1 લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ, એક જ જગ્યા પર બે અલગ કામો બતાવી બે ગ્રાન્ટો મંજૂર કરાવી

પાદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરપંચે પોતાના ઘર પાસે બનાવેલો આરસીસી રોડ નજરે પડે છે. - Divya Bhaskar
સરપંચે પોતાના ઘર પાસે બનાવેલો આરસીસી રોડ નજરે પડે છે.
  • ​​​​​​​ગામના નાગરિક દ્વારા કરાયેલા આક્ષેપોથી ગામમાં રોષ

પાદરાના ભદારી ગામના સરપંચ સામે એક લાખના ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ ગામના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યા છે. ભદારી ગામમાં એક જ જગ્યા પર બે અલગ કામો બતાવી અલગ અલગ બે ગ્રાન્ટો મંજૂર કરાવી રૂા.1 લાખની ઉચાપત કર્યા હોવાના આક્ષેપ સરપંચ વિરુદ્ધ થવા પામ્યા છે.

ભદારી ગામના જાગૃત નાગરિકે માહિતી અધિકારના નિયમ મુજબ માહિતી માગતા વર્ષ 2018/19 માં ભદારીમાં જાવેદભાઈના ફળિયામાં ગત 31 મે 2018એ પેવર બ્લોકનું કામ કરેલ અને તે જ જગ્યાએ જાવેદભાઈના ફળિયામાં 2018ના છઠ્ઠા મહિનામાં આરસીસી રોડનું કામ કરાયું હતું.

જે બાબતે જે તે જગ્યા પર પેવર બ્લોક નાખવામાં જ નહીં આવ્યા હોવાના સરપંચ વિરુદ્ધ આક્ષેપ કરવા ઉપરાંત તે એક જ જગ્યાના બે કામો બતાવી એક જ જગ્યામાં બે વખત ગ્રાન્ટ મંજૂર કરાવી એક ગ્રાન્ટની કિંમત 1 લાખ રૂપિયા બારોબાર ઉચાપત કરી હોવાના આક્ષેપ ભદારી ગામના કુર્દ અઝરૂદ્દીન ઈસ્માઈલભાઈએ કર્યા છે.

જો પેવર બ્લોક નાખ્યા હોય તો ક્યા ગયા? તે બાબતે ગ્રામ પંચાયતમાં તેમણે તા.22 માર્ચ 2022ના રોજ આરટીઆઈ એક્ટ મુજબ ગ્રામ પંચાયત પાસે માહિતી માગી હતી. જે અંતર્ગત માત્ર 4 જેટલા મુદ્દાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમ તેમણે જણાવ્યું હતું. જો વધુ તલાટી દ્વારા વધુ માહિતી પૂરી પાડવામાં આવશે તો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભદારી ગામના સરપંચ આકીબખા જાવેદખા પઠાણે કર્યો હોવાનું કુર્દ અઝરૂદ્દીન ઈસ્માઈલભાઈએ જણાવ્યું હતું.

કુર્દ અઝરૂદ્દીને આરટીઆઈ માહિતી માગી હતી, જે બાબતે સરપંચ દ્વારા કરાયેલ ભ્રષ્ટાચારની માહિતી ખાનગી સોશિયલ મીડિયા ચેનલને આપતાં સરપંચના પિતા જાવેદખાએ કુર્દ અઝરૂદ્દીનને ધમકી આપી ગાળો ભાંડી હતી. આથી સરપંચના પિતા વિરુદ્ધ તેમણે ફરિયાદ નોંધાવી કાર્યવાહીની માગ કરી છે.

સરપંચે ટીડીઓને અંધારામાં રાખી એક જ જગ્યા પર બે કામો બતાવી બે ગ્રાન્ટો મેળવી એક કામનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની અરજી 9 મે 22એ પુરાવા સાથે રજૂ કરાયા છતાં ટીડીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઇ નથી. ભદારીમાં વિકાસકામોના લગાવેલ બોર્ડમાં પણ વર્ષ 2018/19માં પેવર બ્લોકનું કામ દર્શાવેલ નથી. આમ સરપંચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપોથી ગામમાં સરપંચ વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો.

અરજી વંચાણે આવ્યા બાદ કાર્યવાહી કરાશે
પાદરાના ભદારી ગામે સરપંચ વિરુદ્ધ થયેલ ભ્રષ્ટાચાર અંગેની અરજી હજુ વંચાણે આવી નથી. સદર અરજી વંચાણે આવ્યા બાદ તે ઉપર ધ્યાન દોરી કાર્યવાહી કરવામાં આવશે. > નિયતિબેન
ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી

અન્ય સમાચારો પણ છે...