આયોજન:પાદરામાં BAPSનું વ્યસન મુક્તિ અભિયાન યોજાયું

પાદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
જન જાગૃતિ તેમજ વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વિદ્યાર્થી બાળકોએ પાદરા પોલીસ મથકે મુલાકાત લઇ તે વિશે જણાવ્યું હતું. - Divya Bhaskar
જન જાગૃતિ તેમજ વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વિદ્યાર્થી બાળકોએ પાદરા પોલીસ મથકે મુલાકાત લઇ તે વિશે જણાવ્યું હતું.
  • પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ
  • 15 હજારથી વધારે લોકોને વ્યસનમુક્તિમાં જાગૃત કર્યા

પાદરામાં બીએપીએસના પૂર્વ વડા અને વિશ્વ વિખ્યાત સંત વિભૂતિ બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે વ્યસન મુક્તિ અભિયાન જોરશોરમાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત બીએપીએસ સંસ્થા દ્વારા વિવિધ અલગ-અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો તેમજ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

જેના ભાગરૂપે લોકોને વ્યસન મુક્ત કરાવવા માટે પણ બીએપીએસના બાળકો દ્વારા એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. બાળકો એ અલગ અલગ ટીમો બનાવીને અનેક બાળકો આ અભિયાનમાં જોડાયા છે. ત્યારે આ વિદ્યાર્થીઓની એક ટીમ આજે પાદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી.

જ્યાં પાદરાના પીઆઇ એસ.ડી.ધોબી સહિત પોલીસ સ્ટાફને તેઓના અભિયાનની જાણકારી આપી હતી અને વ્યક્સન મુક્તિ લાવવા બાબતે સંકલ્પ કરાવ્યો હતો. જ્યાં પોલીસે વિદ્યાર્થીઓના અભિયાન ની કામગીરીને બિરદાવ્યું હતું. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા ત્રણ દિવસમાં પાદરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 15 હજારથી પણ વધારે લોકોને વ્યસનમુક્તિ બાબતે જાગૃત કર્યા છે. તેમાંથી અનેક લોકોએ તાત્કાલિક ધોરણે વ્યસનો છોડ્યા પણ છે.

સાથે આવનારા સમયમાં વિવિધ વિસ્તારોમાં આ જ પ્રકારની અલગ અલગ ટીમો દ્વારા લોકોને વ્યસનથી મુક્તિ કરવા માટે સમજ આપવાની સેવા શરૂ રાખવામાં આવશે. સાથે સાથે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં પધારવા લોકોને આમંત્રણ પણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં લોકોએ ભારે ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...