વિવાદ:સોખડા ખુર્દમાં ચેક રિટર્ન થતાં રૂપિયાની માગણી કરતાં બબાલ

પાદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા માગતાં ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી
  • ગામના​​​​​​​ ઇસમને 2020માં 6 લાખ ઉછીના આપ્યા હતા

પાદરામાં સોખડા ખુર્દ ગામે રહેતા ઇસમને સને. 2020માં 6 લાખ રૂપિયા ઉછીના આપેલા જે સમય મર્યાદા બાદ આપેલા ચેક ખાતામાં નાંખતા રિટર્ન થતા કોર્ટમાં ફરિયાદ કરી હતી. પરંતુ પાદરા ખાતે ફોરવ્હીલ ગાડીમાં મળી જતાં ઉભા રાખી ચેક બાઉન્સ થયાની વાત કરી રૂપિયા માગતા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ કરાઇ હતી. પાદરાના જૂની પાનસરાવાડમાં રહેતા સોની કામ કરતા ગૌતમભાઈ ઘનશ્યામભાઈ પટેલ શ્રી કોમ્પ્લેક્સ સામે મહાકાળી જ્વેલર્સ સોનીની દુકાન ચલાવે છે.

સને. 2020માં એપ્રિલ માસથી સપ્ટેમ્બર માસના સમયમાં ભૂમિત અમિતભાઇ પટેલ રહે. સોખડા ખુર્દ તા. પાદરાને તેમણે હાથ ઉછીના ટૂકડે-ટૂકડે 6 લાખ આપ્યા હતા. જે નાણાં પરત નહિ આપતાં સિક્યોરિટી પેટે આપેલા ચેક ગૌતમ પટેલે બેંક ખાતામાં જમા કરાવતાં તે રિટર્ન થતા વકીલ મારફતે ગૌતમભાઇએ ભૂમિત પટેલ વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરાવતા કલમ 138 મુજબ નામદાર કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે. ભૂમિતે સમાજના આગેવાનો સાથે લેવડ-દેવડ અંગે વાતચીત કરી છતાં રકમ આપી ન હતી.

તા.2 ડિસેમ્બર 2022ના રોજ ઉઘરાણી માટે ઘરે ગયા પરંતુ મળેલ નહિ. દરમિયાન ગૌતમભાઇ સોખડા ખુર્દથી પાદરા આવતી વેળા મધરસ્કૂલ પાસે ભૂમિત, પત્ની ડીકીબેન અને મમ્મી નીમાબેન બપોરના સમયે મળ્યા હતા. આથી ગાડી ઉભી રાખી ગૌતમે ચેક બાઉન્સ થતાં રૂપિયાની માંગણી કરતાં ભૂમિતે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાદરા પોલીસ મથકે ગૌતમ સોનીએ ફરિયાદ આપતાં પોલીસે નાસી ગયેલ ભૂમિત પટેલને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...