તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાદરા તાલુકાના દૂધવાળા ગામે માટી હટાવવા બાબતે 4 ઇસમોનો હુમલો

પાદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઇસમને કપાળ અને છાતીમાં ઢીકો મારી ગંભીર ઇજાઓ કરી, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

પાદરાના વડુ પોલીસ મથકની હદમાં આવેલા દુધવાડા ગામે વરતોનીયા ફળિયામાં રહેતા નિલસંગ પ્રવીણભાઇ બારીયાનાઓ વડુ ગામે હીના ડિજિટલ સ્ટુડિયો નામની ફોટોગ્રાફી દુકાન ચલાવે છે. ગઈકાલે બક્ષીપંચ સમાજની વાડીમાં માટી નાખી હતી, તે માટે પટેલ સમાજના અમુક માણસો જેસીબીથી માટી હટાવે છે, જે વાતની જાણ થતાં સમાજના વાડી પાસે જતા ગામના પટેલ સમાજના 4 ઇસમો હાજર હતા અને જણાવવાનું કે તારીખ 30 જાન્યુઆરી 2016ના રોજ પંચાયતે ગ્રામસભામાં ઠરાવ કરી આ જગ્યા બક્ષીપંચને આપેલી છે. જેથી અમોએ માટીપુરાણ કરેલું છે.

આજે તમે માટી કેમ હટાવો છો તેવું ફરિયાદીએ કહેતા પટેલ સમાજના ચાર ઈસમો ઉશ્કેરાઈ જઈને જણાવેલું કે 2016ની ઠરાવો માન્ય નહીં રહે અહિંતો અમારે પટેલ સમાજની બહુમતીથી રખેવાળી માટે ઓરડાઓ બનશે, તેવું જણાવી તારાથી થાય તે કરી લે, બોલાચાલી કરી ગાળો બોલી ગામમાં જીવતો નહીં રહેવા દઈએ તેવી ધમકી આપી નિલસંગને છાતી કપાળના ભાગે ઢીકો મારી ઉંચકીને નીચે પાડી દેતા ગંભીર ઈજાઓ કરતા નિલસંગ બારીયાએ ગામના પટેલ સમાજના ચાર ઈસમો ઘનશ્યામ જયંતિ પટેલ, અક્ષય ભગાભાઈ પટેલ, દક્ષેશ બાબરભાઈ પટેલ અને સ્મિત હસમુખભાઈ પટેલનાઓ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે 4 સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...