આવેદન:ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ FIR દાખલ કરવા આવેદન

પાદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાદરા મુસ્લિમ સમાજ દ્વારા પયગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાહેબ વિશે અપમાનજનક ટિપણી કરનાર સામે કાર્યવાહની માગ

પાદરા મુસ્લિમ સમાજ દ્વારા ભાજપના પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા એક ટીવી ડિબેટમાં મુસ્લિમના મહાન પેગમ્બર મોહમ્મદ સાહેબ વિરુદ્ધ ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી. જેના વિરુદ્ધમાં પાદરાના 150થી 200 મુસ્લિમો દ્વારા પાદરાના મામલતદારને આવેદન પત્ર આપીને ભાજપના પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ ભારતીય દંડ સહિતની કલમો અને બંને કોમ વચ્ચે કોમી વેશનવય ઉભું કરવા માટેના ગુનેગાર હોઇ કડકમાં કડક સજા કરવા માગ કરી હતી.

તા. 27 મે 2022ના રોજ એક ટીવી ચેનલમાં જ્ઞાનવ્યાપી મસ્જિદની ચર્ચા દરમ્યાન ભાજપ પ્રવકતા નૂપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાહેબની શાનમાં અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરીને સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાવી હતી અને મુસ્લિમ સમાજ અને ધર્મ વિશે લોકોમાં નફરત ફેલાઈ તેવું નિવેદન આપ્યા હતા.

જેની પાદરા મુસ્લિમ સમાજ દ્વારા યોગ્ય તપાસ કરી સત્વરે કાયદાકીય પગલાં ભરી એફઆઈઆર દાખલ કરવા વિનંતી કરવામાં આવી હતી. સાથે સાથે આ અંગેનું આવેદનપત્ર સરકાર સુધી આ લાગણી અને માંગણી પહોંચાડવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં શેફુલ મદાર, ઇમરાન રાઠોડ, સિકંદર પેન્ટર, ઇમરાન ઘોરી, અમજદ ગરાસિયા, અયુબ મલેક, ટીકા દીવાન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...