તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:દૂધવાળા ગામમાં જમીનમાંં ખોદકામ કરાતાં બારીયા સમાજ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું

પાદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રખા કમિટીના સભ્યોએ ભેગા મળી ઇસમને માર મારતાં પોલીસ ફરિયાદ થઇ
  • કોઈપણ જાતનું બાંધકામ થવા દેવામાં આવશે નહિ તેવી ધમકી આપવામાં આવી

પાદરાના દૂધવાળા ગામે પટેલ સમાજ પ્રેરિત રખા કમિટીના સભ્યો દ્વારા હિન્દૂ બારીયા સમાજ સામે સામાજિક બહિષ્કારના ભાગરૂપે કાવતરું રચી ઇરાદાપૂર્વક વૈમનસ્ય રાખી જાતી ત રીતે ગામનું વાતાવરણ ડોહળાવવા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવે તે માટે સમસ્ત હિન્દૂ બારીયા સમાજ દ્વારા પાદરા મામલતદારને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી. પાદરા શહેર તાલુકાના બારીયા સમાજના આગેવાન હોદ્દેદારો પાદરા મામલતદાર કચેરીએ સરકારની ગાઈડલાઈન મુજબ ભેગા થયા હતા. અને સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું હતું.

પાદરા વડુ પોલીસ મથકની હદમાં દુધવાડા ગામે હિન્દૂ બારીયા સમાજને 30 જાન્યુઆરી 2016ના રોજ ગામ પંચાયતમાં ઠરાવ કરી કાયદેસર રીતે જગ્યા ફાળવવામાં આવેલી છે. હાલમાં દૂધવાડા ગામે પટેલ સમાજના લોકો દ્વારા રખા કમિટીની રચના કરવામાં આવેલી છે. જેમાં પટેલ સમાજના સભ્યો તરીકે સમાવેશ કરેલો છે. જેમાં હસમુખભાઈ પરસોત્તમભાઈ પટેલ , નટુભાઈ મુળજીભાઈ પટેલ, રસિકભાઈ વિઠ્ઠલભાઇ પટેલ, રોશન વિનોદભાઈ પટેલ, ભાવિક સુરેશભાઈ પટેલ ,અરવિંદભાઈ રમણભાઈ પટેલનાઓના નામે કોઈપણ જાતના રજીસ્ટ્રેશન કર્યા વગર રખા કમિટી બિનઅધિકૃત રીતે બનાવી ગેરકાયદેસર રીતે બારીયા સમાજના વાડી માટે ફાળવેલ જગ્યામાંથી જે.સી.બી દ્વારા માટીની ખોદકામ કરાવેલું છે.

જેની જાણ બારીયા લીલસંગ તથા બારીયા સમાજને થતા તાત્કાલિક બારીયા સમાજની વાડી માટે ફાળવેલી જગ્યાએ આવી માટી ખોદકામ બંધ કરાવવા કહેતા પટેલ સમાજના લોકોએ ગેરકાયદેસર બનાવેલ રખા કમિટીનાઓ ભેગા મળી લીલસંગભાઈ બારીયાને માર મારતા વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ થયા બાદ બે ભાગલા પડાવી લીધા છે.

બીજા અન્ય સમાજને લડાવવા ઉશ્કેરાતાં ગામમાં બારીયા સમાજને ફાળવવામાં આવેલ વાડી માટેની જગ્યામાં કોઈપણ જાતનું બાંધકામ થવા દેવામાં આવશે નહિ. તેવી ધમકીઓ આપે છે. તેમજ ભવિષ્યમાં જ્યારે બારીયા સમાજ વાડી માટે ફાળવેલી જગ્યામાં બાંધકામ કરશે તો સુલેહ શાંતિનો ભંગ થાય તેમ છે. તેમજ ગામમાંથી બહાર જવાના રસ્તાઓ ઉપર વારંવાર બારીયા સમાજ તેમજ અન્ય સમાજના લોકોને સિમ રખાઓ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોય પટેલ સમાજના લોકો દ્વારા ગેરકાયદેસરની મંડળી રદ કરવા હુકમ કરવા સિમ રખાઓ દ્વારા વારંવાર લોકોને હેરાન પરેશાન કરવામાં આવતા હોય જેથી ગામમાંથી સિમ રખાઓને બહાર કાઢવા તેમજ પટેલ સમાજ બારીયા સમાજની વાડી માટે ફાળવેલ જગ્યાની માટી ખોદકામ કરે નહીં. તેમજ હાલ સુધી ખોદકામ કરેલું છે તેનું પુરાણ કરાવવા તેમજ યોગ્ય દંડ કરવા અથવા કાર્યવાહી કરવામાં આવે તે રીતે લેખિત રજુઆત પાદરાના વડુ પોલીસ મથકે તેમજ પાદરા તાલુકા સેવાસદન મામલતદારને લેખિત રજુઆત કરી આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...