માંગણી:પાદરામાં તલાટીઓ દ્વારા પડતર પ્રશ્નો સંદર્ભે આવેદનપત્ર અપાયું

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડતર પ્રશ્નો બાબતે TDO તથા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર અપાયું

પાદરામાં તલાટીઓ દ્વારા તલાટી કમ મંત્રી કેડરના સરકારના પડતર પ્રશ્નો બાબતે તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રાજ્યની પાયાની કેડર અને સરકારની તમામ વિભાગની યોજનાઓની અમલવારીની કામગીરી કરતા તલાટી કમમંત્રી (પંચાયત) ની વિવિધ માંગણીઓ અંગે ત્રણ વર્ષ અગાઉ ગાંધીનગર ખાતે રાજ્યના તમામ તલાટી મંત્રીઓ દ્વારા ધારણા કરવામાં આવ્યા હતા અને હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે નાયબ મુખ્યમંત્રી દ્વારા પ્રશ્નો ઉકેલવાની બાંહેધરી આપતા તમામ તલાટીઓ દ્વારા હડતાલ સમાપ્ત કરવામાં આવી હતી.

સતત ત્રણ વર્ષથી રજૂઆતો કરવા છતાં એક પણ પ્રશ્નોનું નિરાકરણ નહિ થતા તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વહેલી તકે નિરાકરણ નહિ આવે તો તબક્કાવાર કાર્યક્રમો યોજી અંતમાં સંપૂર્ણ કામગીરીનો બહિસ્કાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...