અકસ્માત:પાદરા-જંબુસર રોડ પર એક સાથે 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો

પાદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલકોને નાની મોટી ઈજા થઈ હતી, જ્યારે ગાડીઓને નુકસાન થવા પામ્યું હતું

પાદરા તાલુકામાં ધીમીધારે મેઘરાજાનું આગમન થવા પામ્યું હતું. પ્રથમ વરસાદની શરૂઆત થતાં જ પાદરા-જંબુસર રોડ પર અકસ્માતો સર્જાયા હતા. પાદરા જંબુસર રોડ ખરાબીના કારણે આખું વર્ષ અકસ્માતો સર્જાતા રહે છે. રિફ્રેસિંગ કરેલા રોડને લઈને વરસાદના લીધે રોડ ભીનો અને લીસો થતાં અકસ્માતો સર્જાયા કરે છે.

ત્યારે વરસાદના પહેલા જ દિવસે એક સાથે ચાર ચાર વાહનો એક જ જગ્યાએ અકસ્માત સર્જાયો હતો. પાદરા તાલુકામાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદના કારણે પાદરા-જંબુસર રોડ ડભાસા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇક, એક ઈક્કો કાર, મહેન્દ્ર પિકઅપ ગાડીને અક્સ્માત નડ્યો હતો. જેમાં વાહન ચાલકોને નાની મોટી ઈજા પહોંચી હતી, જ્યારે ગાડીઓને નુકસાન થવા પામ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...