તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પાદરામાં અંબાજી પાસે દબાણો દૂર કરાતાં લારીવાળાઓ દ્વારા હોબાળો

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • COના ટેબલ પર વાડકા મૂકી ભીખ માગી ધંધો કરવા રજૂઆત કરાઈ

પાદરાના અંબાજી પાસે આવેલ મોટા તળાવની એક સાઈડમાં આવેલ ગેરકાયદેસર દબાણો પાલિકા દ્વારા દૂર કરવામાં આવતા વિવાદ થવા પામ્યો હતો. ત્યારે લારી ગલ્લાવાળા ધંધો કરતાં ઈસમો પાદરા નગરપાલિકામાં દોડી આવી ચીફ ઓફિસરના ટેબલ પર વાડકા મૂકી ભીખ માંગી ધંધો કરવા દેવા માટે ઉગ્ર રજૂઆત કરી માગણી કરી હતી.

પાદરા અંબાજી તળાવને થોડા દિવસ અગાઉ 3 કરોડના ખર્ચે નવીનીકરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે. તળાવની આજુબાજુ દબાણોને કારણે મોટુ તળાવ ઢંકાઈ જાય છે અને કચરો નાખવામાં આવતા ગંદકીનું સામ્રાજ્ય થવા પામે છે. સોમવારે પાદરા નગરપાલિકા દ્વારા મોટા તળાવને એક સાઈડે આવેલ ગેરકાયદેસર દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવતા વિવાદ સાથે હોબાળો થવા પામ્યો હતો. લારી ગાલ્લાવાળાઓ ભેગા મળી વાડકા લઇ પાદરા પાલિકાનાં ચીફ ઓફિસરના ટેબલ પર મૂકી ધંધો કરવો દેવા માટે માંગણી કરી હતી.

પાલિકાના પ્રવક્તા ચૈતન્ય સિંહ ઝાલા અને માજી પ્રમુખ પરેશ ગાંધીએ જણાવ્યું હતું કે પાલિકાને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવશે. જે પાલિકા દ્વારા દબાણ કર્તાઓ દ્વારા દબાણ કરેલ માલ સામાન જપ્ત કરેલ હતો એ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને વિકાસ થતો હોય ત્યાં દબાણો દૂર કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...