તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી ઉજવણી:ધોરીવગા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળામાં કલર કામ કર્યું; હોળી - ધૂળેટીની અનોખી રીતે ઉજવણી કરી વિદ્યાર્થીઓએ વિદ્યાનું ઋણ ચૂકવ્યું

પાદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
શાળાને કલરકામ અર્થે શિક્ષકો સાથે મીટિંગ યોજતા અને જાતે કલરકામ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. - Divya Bhaskar
શાળાને કલરકામ અર્થે શિક્ષકો સાથે મીટિંગ યોજતા અને જાતે કલરકામ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ.

પાદરા તાલુકાની નરસિંહપુરાના કેનાલ ચોકડી પાસે આવેલ ધોરીવગા પ્રાથમિક શાળાએ જિલ્લામાં શ્રેષ્ઠ સરકારી શાળા છે. આ શાળા ખાનગી શાળાઓને પણ ટક્કર આપી રહી છે. જેમાં શિક્ષકોનુ પણ મહત્વનું યોગદાન રહ્યું છે. માટે જ જિલ્લા અને તાલુકામાં આ શાળા આગવી ઓળખ ઉભી કરી છે.

આ શાળામાં શિક્ષણ લઈ ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ 10 વર્ષ પહેલાં આ શાળામાં અભ્યાસ કર્યો હોય તેવા 100થી 150 જેટલા વિદ્યાર્થીઓએ લીધેલ વિદ્યાનું ઋણ ચુકવા એટલે કઈંક ને કાઈક મદદ કરવા માટે તેઓ એક ગ્રૂપ બનાવ્યું છે. અને થોડા દિવસ પહેલાં શાળાના શિક્ષકોને મળી કાંઈ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે આ હોળી ધુળેટી પર્વનો સમયનો સદપયોગ કરીને આખી શાળાનું કલર કામ કરવાનું તમમાએ નક્કી કર્યું અને છેલ્લા ચાર દિવસથી સમગ્ર શાળાનું કલર કામ પૂર્વ વિધાર્થીઓ જાતે જ કરી રહ્યા છે. સાથે જે ને પણ જ્યારે સમય મળે તે પ્રમાણે કલર અને સુશોભનના કાર્યમાં જોડાય જાય છે અને કલર કામનો જે પણ ખર્ચ થયો છે તે તમામ ખર્ચ આ વિધાર્થીઓએ ઉઠાવ્યો છે.

નરસિંહપુરાની આ ધોરીવગાની પ્રા. શાળા એ તાલુકાનું અને જિલ્લાનું ગૌરવ વધતી આ શાળામાં તમામ લોકોના સહયોગથી જ શક્ય બન્યું છે. જેમાં પૂર્વ વિદ્યાર્થીઓ આ અનોખી પહેલને સ્કૂલ મેનેજમેન્ટ કમીટીએ પણ આવકારી હતી. ધોરીવગાની આ શાળાએ રાજ્ય અને જિલ્લામા આગવું સ્થાન ધરાવે છે. અને આ શાળામાં આધુનિક A.C. કોમ્યુટર લેબ ધરાવે છે. અને સ્વચ્છતાનો એવોર્ડ તથા જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવૉર્ડ સહિતના એવૉર્ડ પ્રાપ્ત કર્યા છે. ત્યારે શિક્ષકો અને પૂર્વ વિધાર્થીઓ તેમજ સ્થાનિક દાતાઓ અને નાગરિકોના સહકારથી આ શાળાએ રાજ્ય અને જિલ્લામાં આગવી ઓળખ ઉભી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો