શિક્ષકોમાં દોડધામ:પાદરાના સેવાપોથીમાં ચેડાં પ્રકરણમાં બંને શિક્ષક સંઘની સામસામે આક્ષેપબાજી

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના પ્રા.શિક્ષકોમાં કસૂરદાર શિક્ષકોમાં દોડધામ મચી
  • ​​​​​​​વિવાદિત 25 સેવાપોથીઓની ચકાસણી ચાલી રહી છે

પાદરા તાલુકા મહાશૈક્ષિક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા થયેલ સામસામી નાણાં લેવાની આક્ષેપબાજી થવા પામી હતી. પાદરા તાલુકાના પ્રાથમિક શિક્ષકોમાં કસૂરદાર શિક્ષકોમાં દોડધામ મચેલી છે. જેઓ બચવા માટે પોત પોતાના ગોડ ફાધરોને શરણે જઈ રહ્યા છે.

પાદરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સિનિયર ક્લાર્ક પાસેથી બુદ્ધિપૂર્વક સેવાપોથીઓ લઈને જે.ડી. પટેલના નિવાસ સ્થાને થયેલા સેવાપોથી કાંડને દબાવવાના હેતુસર શૈક્ષિક મહાસંઘ પાદરા દ્વારા કરાયેલ નાણાં ઉઘરાવવાની ફરિયાદની સામે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તપાસની માંગ કરાઈ છે. આ તપાસમાં યોગ્ય ન જણાય તો રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ પાદરાના એકમના હોદ્દેદારો સામે કાયદેસર પગલાં લેવાની માંગ કરેલ છે. જોકે સેવાપોથીમાં ચેડાં દેખાતાં તમામ સર્વિસબુકો હાલ ટી.ડી.ઓ. પાદરાની કસ્ટડીમાં છે.

જેમાં નવાઈની વાત એ છે કે અગાઉ જે બે શિક્ષકોને તત્કાલીન ટી.પી.ઈ. ઓ. મહેશભાઈ પ્રજાપતિ દ્વારા લાભ અપાયેલ છે તે પણ શંકાના દાયરામાં હોવાનું શિક્ષક આલમમાં ચર્ચાઇ રહ્યું છે. અગાઉ બેને લાભ મહેશભાઈની સહીથી મળેલ છે. તો બાકીના ત્રેવીસને જે તે સમયે કેમ લાભ ન મળ્યો, અને તે જ તારીખની સર્જરીવાળી સેવાપોથી બહાર આવ્યા હોવાની ચર્ચાએ પણ જોર પક્ડ્યું છે.

આ શંકાની સોય તત્કાલીન ટી.પી.ઈ.ઓ તરફ જતી હોવાનું શિક્ષક આલમમાં ચર્ચાઈ રહ્યું છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાલુકા સંઘની રજૂઆત પરત્વે તપાસ કરવાની માંગ ઉચ્ચારાતાં શિક્ષકોમાં આશ્ચર્યજનક મોજું જોવા મળે છે. જ્યારે તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા નાણાં પરત આપવાની માંગ કરાઈ છે. જોવાનું એ રહ્યું કે જો ખરેખર રૂપિયા ઉઘરાવાયા છે. તે પરત મળશે ખરા?

અન્ય સમાચારો પણ છે...