નિર્ણય:પાદરા નગરપાલિકાની કારોબારી સમિતિની મળેલી બેઠકમાં તમામ કામોને સર્વાનુમતે બહાલી અપાઈ

પાદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા પાલિકાની કારોબારી સમિતિની મળેલી બેઠક. - Divya Bhaskar
પાદરા પાલિકાની કારોબારી સમિતિની મળેલી બેઠક.
  • પાદરા નગરપાલિકા કારોબારી અને સામાન્ય સભામાં તમામ સભ્યો હાજર રહ્યા હતા
  • વિવિધ શાખામાં આવેલ વાર્ષિક તથા ઓનલાઇન ટેન્ડરો ખોલી નિર્ણય કરવામાં આવ્યો

પાદરા નગરપાલિકાની મળેલી કારોબારી સમિતિની મળેલી મીટિંગમાં નગરપાલિકાને મળતી ઉપજમાં વધારો થાય તે મુજબ પાદરા પાલિકા કાર્યાલય સામે મોરાકુવા પાસે આવેલ ઘરવેરા શાખા દફતરે મોમ્ધાયેલ વોર્ડ નંબર-1એ, આકારની નંબર 1198 ભાડુઆત વિનોદભાઈ ચંદુભાઈ વૈધના નામે ચાલતી આવેલી પાલિકાની માલિકી હસ્તકની મિલકત ઘણા વર્ષો જૂની હોય તેનું નવીનીકરણ હાથ ધરી ગ્રાઉન્ડ ફ્લોર તથા ફર્સ્ટ ફ્લોર પર શોપિંગનું આયોજન કરવા માટે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.

મંગળવારે પાદરા નગરપાલિકાના સભા ખંડમાં કારોબારી ચેરમેન નયન ભાવસારના અધ્યક્ષ સ્થાને કારોબારી સમિતિની મીટિંગ મળી હતી. જેમાં પાદરા નગરપાલિકાની ઘર વેરા શાખા તરફથી નામફેર કરવા આવેલ 164 અરજીઓ સંસ્થાની આવેલા અને 4 વીજ કનેક્શન લેવા આવેલા વીજળીકરણ યોજના આવેલી અરજીઓ મંજૂર કરવામાં આવી હતી.

મળેલી કારોબારી સમિતિની સભાની શરૂઆતમાં ગત સભાની પ્રોસીડીંગ મીટિંગમાં વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી. વિવિધ શાખામાં આવેલ વાર્ષિક તથા ઓનલાઇન ટેન્ડરો ખોલી નિર્ણય કરવામાં આવ્યો હતો. પાલિકા બિલ્ડિંગમાં આવેલ પ્રમુખની ચેમ્બર તેમજ કારોબારી ચેરમેન ઓફિસમાં નવા એર કન્ડિશન મશીન ખરીદવા નક્કી કરવામાં આવેલ છે. પાલિકા હદ વિસ્તારમાં મોબાઇલ ટાવર ઇન્સ્ટોલેશનના કામે પરવાનગી માગતા જુદી-જુદી આવેલ અરજીઓ વિવિધ વિસ્તારમાં તેણે નક્કી આવેલા દિવસ સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી.

ઘરવેરા શાખામાં સ્વૈચ્છિક નિ:શુલ્ક સેવા આપવા ઘર વેરા શાખાના ક્લાર્ક ભરતભાઈ મુળજીભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ અરજી મંજૂર કરવામાં આવી હતી. 11 માસની મુદ્દત પૂર્ણ થયેલ મુદ્દતમાં વધારો કરવા નિશાબેન પંચાલ બાંધકામ શાખામાં ફરજ બજાવતા સિદ્ધાર્થ સોલંકી તેમજ ફાયર શાખામાં જયેન્દ્ર પરમાર, અવિનાશ પઢીયાર મુદત પૂર્ણતતામાં વધારો કરવા આવેલ અરજીને મંજૂર કરવામાં આવેલ હતી. પાદરા નગરપાલિકા કારોબારી અને સામાન્ય સભામાં તમામ સભ્યો હાજર રહ્યા હતા અને એજન્ડા ઉપરના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...