તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:પાદરા પાલિકાના એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર

પાદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાદરા નગરપાલિકા કારોબારી ચેરમેન નયન ભાવસારના અધ્યક્ષસ્થાને મીટિંગ મળી હતી

પાદરા નગર પાલિકાની મળેલી કારોબારી સમિતિની મળેલી મીટિંગમાં પાદરા શહેરમાં ગણપતિ વિસર્જન પાદરા ડભાસા ભાગોળ રામેશ્વર તળાવમાં કરવામાં આવતું હતું. પરંતુ રામેશ્વર તળાવમાં ગટરનું પાણી આવતું હોવાથી નગરપાલિકા રામેશ્વર તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નહીં કરવા નિર્ણય લીધો હતો અને શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નગરપાલિકા વૈકલ્પિક જગ્યા વિચારીને સ્વચ્છ પાણીમાં વિસર્જન થાય તે માટે આયોજન કરવા ચર્ચા વિચારણા થવા પામી હતી.

પાદરા પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન નયન ભાવસારના અધ્યક્ષ સ્થાને શનિવારે પાલિકાના સભાખંડમાં કારોબારી સમિતિની મીટિંગ મળી હતી. જેમાં પાદરા નગરપાલિકાના કારોબારી સમિતિની મળેલી મીટિંગમાં પાલિકા સંચાલિત પી.પી.શ્રોફ હાઈસ્કૂલમાં ધોરણ-11ના વિદ્યાર્થીઓની વધુ પ્રવેશ સંખ્યા થઈ હોય વિદ્યાર્થીઓને બેસવા માટે બેન્ચઇસની વ્યવસ્થા કરવા માટે આચાર્ય તરફથી આપેલ રિપોર્ટને ધ્યાને લઇ પાલિકા દ્વારા વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે આગોતરું આયોજન કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

પાદરા નગરપાલિકાની ઘરવેળા શાળા તરફથી નામફેર કરવા આપેલી 122 તેમજ સંસ્થાની સ્ટ્રીટલાઈટ શાળામાં ઝૂંપડા વીજળીકરણની યોજનાગત આવેલ 4 અરજીઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. મળેલી મીટિંગમાં કારોબારી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. એજન્ડા પરના 17 જેટલા કામોને બહાલી આપી સર્વાનુમતે મંજૂર થયા હતા. ઘરવેળા શાળા તરફથી આવેલ કામ લગત ઘરવેરા શાખામાં અને 2021થી 2022 વર્ષ માટે આકારનીના કામે વાંધા અરજીઓ તથા વોર્ડ કારકુન દ્વારા રજૂ થયેલ તમામ અરજીઓ 159 વંચાને લઈ યોગ્ય નિર્ણય કરવા કહ્યું હતું.

સભાની શરૂઆતમાં ગત સભાનું પ્રોસીડિંગ વાંચણે લઈ બહાલી આપી સભાની શરૂઆત થતા સી.સી.ટીવી. કેમેરા, પી.પી.શ્રોફ સ્કૂલની છત પર પતરા ફિટિંગ કરવા, ડૉ. બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે આવેલ હાઈ મિસ્ટર પોળ શિફ્ટટિંગ કરવાના કામે આપેલ ટેન્ડર ખોલવા નિર્ણય કરવામાં આવેલ હતો.

પી.પી.શ્રોફ હાઈસ્કૂલના વર્ષો જૂના જંબો પંખા તથા કેટલાક અન્ય પંખા 25 જેવા પંખા છે જેનો કોઈ ઉપયોગ નથી તેવા પંખાને જાહેર હરાજીથી નિકાલ કરવી તેમજ ચોક્સી કે.કે ગર્લ્સ હાઇસ્કૂલમાં નિયમોનુસાર સુપરવાઈઝરની પસંદગી કરવા જેવા વિવિધ કામો સર્વાનુમતે મંજૂર થવા પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...