મીટિંગ:પાદરા નાગરિક બેંકના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા

પાદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ

પાદરા નગર નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મળેલી મિટિંગમાં પાદરા શહેર તાલુકાના સ્થળો પર સોલાર સિસ્ટમની જરૂરિયાતવાળા રહીશો માટે ઓછા વ્યાજ દરે તાત્કાલિક ધોરણે આપવાના નિયમો મંજૂર કરી અમલવારી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આજરોજ પાદરા નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટીંગ પ્રમુખ બાબુભાઈ ગાંધી વોલ્ગા વાળા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં બેંકના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં પ્રમુખ બાબુભાઈ ગાંધી, ઉપપ્રમુખ કાલિદાસ ગાંધી, મેનેજિંગ ડિરેક્ટર અશોકભાઈ પટેલ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટરના તમામ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં સભાની શરૂઆતમાં ગત વખત બોર્ડ ઓફ ડિરેક્ટરની મળેલી મિટિંગમાં થયેલ કાર્યવાહી તેમજ લોન કમિટી તથા alm કમિટી મીટીંગ અને ઓડિટ કમિટીમાં થયેલ કાર્યવાહીને વંચાણે લઈ મંજૂર કરવામાં આવી હતી. બેંકના જાન્યુઆરી 2023 દરમિયાન થાપણો, ધિરાણો તથા થયેલ વસૂલાતોની વધઘટનો અવલોકન, લિકવિડીટી, થાપણ પત્રકો, ખર્ચ તથા આવકના પત્રકો નવા સભાસદ અને મંજૂરી આપવા બાબત તથા ચાલુ સભા સદોને આપેલા વધારાના શેર મંજૂર કરવા, શેર પર મેળવવા માટે આપેલા અરજીઓ, સોનાના દાગીના સામે એફબીઆર સામે કરેલા કામો સર્વાનુમતે માટે મંજૂર કરવામાં આવ્યા હતા.

બેંકમાં દિવસ તથા રાત્રી ચોકીદારની નિમણૂક કરવાના અધિકારો અન્ય કરવા આપેલ નિમણૂક તથા મેન્ટાના બેંક દ્વારા સોલાર સિસ્ટમ ઉપર ધિરાણના નિયમો બનાવવા બેંકની ટોકન સિસ્ટમથી કરવામાં આવતા પેમેન્ટમાં ટોકન સિસ્ટમ બંધ કરવા, બેંક દ્વારા ઇસ્યુ કરાયેલા સોલવંસી સર્ટિફિકેટની બહાલી આપવામાં આવી હતી. એફવાય 2021-22નું પ્રોવિઝન કરેલ ડિવિડન્ડ આરબીઆઈની મંજૂરી ન મળતા શિક્ષણ ફાળાની રકમમાં ટ્રાન્સફર કરવા સહિતના કામોને મંજૂર કરવામાં આવેલ હતા.

અન્ય સમાચારો પણ છે...