તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના સંક્રમણમાં ક્રમશ: ઘટાડો:દોઢ વર્ષ બાદ પાદરા તાલુકો કોરોનાથી મુક્ત બન્યો, પંથકમાં કોવિડ હોસ્પિટલો પણ બંધ, , 72 દિવસથી એક પણ કેસ નહીં

પાદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2490 લોકોએ કોરોનાને માત આપી,10 દર્દીઓએ જીવ ગુમાવ્યા, પાદરા-વડુમાં એપ્રિલ 2020માં કોરોનાની એન્ટ્રી થઇ હતી

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે અને છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતથી કોરોનાના દર્દીઓ નોંધાવા લાગ્યા હતા. પાદરા વડુ પંથકમાં પણ એપ્રિલ ૨૦૨૦ માં કોરોનાની એન્ટ્રી થવા પામી હતી. બાદ તેમાં સતત વધારો થતો રહ્યો હતો. બીજી લહેરમાં પણ પાદરા - વડુ પંથકમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી હતી. ઓક્સિજનની પણ અછત સર્જાઈ હતી. જોકે બાદમાં કોરોનાના સંક્રમણમાં ક્રમશઃ ઘટાડો થતાં 72 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. પાદરા-વડુ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી કોવિડ હોસ્પિટલો પણ બંધ છે.

તમામ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. આમ દોઢ વર્ષ ઉપરાંત બાદ પાદરા તાલુકો કોરોના મુક્ત બન્યો છે સત્તાવાર રીતે પાદરા તાલુકામાં આરોગ્ય વિભાગમાં છેલ્લા દોઢ વર્ષના સમયગાળા દરમિયાન કોરોના વાઇરસના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેમાંથી 2490 લોકો સારવાર બાદ કોરોના વાઇરસને માત આપી સાજા થયા હતા. 10 જેટલા દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે સરકારી, ખાનગી હોસ્પિટલની સેવાઓ લેવામાં આવી હતી. બીજી લહેરમાં શંકાસ્પદ કોરોના વાઇરસના અનેક કેસો નોંધાયા હતા. હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત સર્જાઈ હતી.

જેમાં કેટલાક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા. જોકે છેલ્લા 72 દિવસથી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. લગભગ છેલ્લા દોઢથી બે માસ ઉપરાંતથી પાદરા ખાનગી હોસ્પિટલોમાં પણ કોઇ દર્દી સારવાર લઇ રહ્યો નથી. પાદરાની તમામ હોસ્પિટલોમાં હાલમાં એક પણ કોરોનાનો કેસ નથી.

આમ પાદરા તાલુકામાં દોઢ વર્ષ બાદ એક પણ નવો કેસ અને એક પણ કોરોનાનો દર્દી હાલમાં સારવાર હેઠળ નહિ હોઈ પાદરા તાલુકો કોરોના મુક્ત બન્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાનો પ્રથમ કેસ એપ્રિલ 2020માં આવ્યો હતો. પાદરામાં કોરોનાના બિનસત્તાવાર રીતે 4200 જેટલા કેસો નોંધાયા હતા જ્યારે 500થી વધુ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. રાજ્યના વડોદરા જિલ્લામાં પાદરા તાલુકો કોરોનાના કેસ બાબતે અવ્વલ નંબર પર હતો. જેમાં આરોગ્ય તંત્ર મૂંઝવણમાં મુકાયું હતું.

અન્ય સમાચારો પણ છે...