તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઇપ્કા લેબોરેટરીઝની ચોરીના આરોપીને 2 દિવસના રિમાન્ડ

પાદરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાદરાની કંપનીમાંથી 23 લાખનો પાઉડર ચોરાયો હતો
 • 8 નવેમ્બર 2020ના રોજ ચોરી કરી હતી

ગત તારીખ 8 નવેમ્બર 2020ના રોજ પાદરાના રણુ ગામ પાસે આવેલ ઇપ્કા લેબોરેટરીમાં અંદાજે 23 લાખના પાઉડરની ચોરી થઈ હતી. જેમાં તપાસ દરમિયાન કંપનીના એક કર્મચારી સહિત ચાર આરોપીની ધરપકડ કરવામાં હતી. જે બાદ ચોરીનો પાઉડર ખરીદનાર મુખ્ય આરોપી ફરાર હતો. જેને પાદરા પોલીસે મંગળવારના રોજ વડોદરાના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

બનાવની વિગત મુજબ ગત તા 8 નવેમ્બર 2020ના બપોરના ૩ વાગ્યાથી 9 નવેમ્બર સવારના 8:30 દરમિયાન ઇપ્કા લેબોરેટરીઝ કંપનીના વેરહાઉસની બારી ઉપર લગાવેલ મચ્છરની જીણી લોખંડની જાળી કાપી બારી ખોલી વોશિંગ એરિયામાં પ્રવેશ કરી તેનો દરવાજો ખોલી વેર હાઉસમાં આવેલ વેર હાઉસની ઓફિસમાં રહેલ ફિનિશ ગુડ્સ સ્ટોરની ચાવી લઇ ફિનિશ ગુડ્સ સ્ટોરનો દરવાજો ખોલી તેમાં પ્રવેશી ફિનિશ ગુડ્સ સ્ટોરમાં પડેલ સીલોડોશીન એ.પી.આઈ.ભરેલ પાવડર 7.360 કિલોગ્રામ જે એક કિલોની કિંમત રૂ.2,60,000 લેખે કુલ કિંમત 19,13,600 તથા બીજા 4 પ્લાસ્ટિક ના ડ્રમમાં ભરેલ લોસારટન પોટેશિયમ પાવડર જે એક ડ્રમમાં 25 કિલોગ્રામ જે 1 કિલોગ્રામ ની કિંમત રૂ. 3891. લેખે કુલ 4 ડ્રમનો કુલ 100 કિલોગ્રામ પાવડર જેની કુલ કિમંત રૂ. 3,89,100નો મળી કુલ કિંમત રૂ.23,02,700ની ચોરી કરી હતી.

જે પૈકી ચોરીમાં ગયેલ લોસારટન પોટેશિયમ કુલ 100 કિલોગ્રામ પાવડર જેની કુલ કિંમત રૂ. 3,89,100નો લેનાર આરોપી હિમતસિંહ પ્રતાપસિંહ રાજપૂત ફરાર હતો જેની મંગળવારના રોજ વડોદરાના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. જેને બુધવારના રોજ કોર્ટ હાજર કરી મુદામાલ ની રિકવરી માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી હિમતસિંહ પ્રતાપસિંહ રાજપૂત વિરુદ્ધ મહારષ્ટ્રના થાણે સિટીમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ થયેલ છે. તેમજ સુરતના આંગડિયા પેઢીના સંચાલકના અપહરણ કરી ધાક ધમકી આપી એક કરોડ પડાવવા માટેના ષડ્યંત્ર સામેલ થયાનો પણ ગુનો પણ વડોદરા ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોધાયો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીની બીજા ગુનામાં કોઈ સંડોવણી હોવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો