તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પાદરા જંબુસર રોડ પર 15 જેટલા નાના-મોટા વાહનોના અકસ્માત

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ પર ડામરનું કામ વ્યવસ્થિત ન કરાતા લકઝર બસ પલટી

પાદરા જંબુસર રોડ પર ડામરનું રિફ્રેશિંગ યોગ્ય રીતે ન થતા પ્રથમ વરસાદના શરૂઆતમાં જ 15 જેટલા વાહનો નાના-મોટા અનેક વાહનોના અકસ્માત થવા પામ્યો હતા. જેમાં એક જ સ્થળે પાંચ વાહનોના વિચિત્ર અકસ્માત થયો હતો.

પાદરા વડુ પંથક માં ગઈકાલે બપોરના ધોધમાર વરસાદની પ્રથમ પધરામણીની શરૂઆત થવા પામી હતી અને આજે વહેલી સવારથી ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. જેમાં પાદરા જંબુસર રોડ પર ડભાસા મહુવડ મુવાલ હાઈવે રોડ પર વચ્ચે અકસ્માતોની વણઝાર થવા પામી હતી. જેમાં પાદરા જંબુસર રોડ ઉપર ડામરનું રિફ્રેશિગ યોગ્ય રીતે નહિ થતા તેનો ભોગ આજે વાહનચાલકો બની રહ્યા છે. પંદર જેટલા વાહનચાલકોને નાના-મોટા અકસ્માતો થવા પામ્યા હતા. પાદરામાં વરસાદની સાથે કોન્ટ્રાક્ટરો દ્વારા હાઈવે રોડ ઉપર ડામર રીફરેશિંગનું કામ યોગ્ય રીતે નહિ થતાં હાઇવે રોડ પર સવારથી અકસ્માતોની વણઝાર જોવા મળી હતી.

આ અકસ્માતમાં એક મિની લક્ઝરી પલટી ખાઈ ગઈ હતી. સાથે તે જ સ્થળે પર એસટી બસને રોડ પર યોગ્ય રીતે કામગીરી નહીં કરતા બસ રોડ પર રેલાઈ હતી અને બમ્પર જોડે અકસ્માત થયો હતો. જ્યારે કેટલાક ત્રણથી ચાર જેટલા ટુવ્હિલરને અકસ્માત થવા પામ્યો હતો. જ્યારે પ્રાઇવેટ વાહનોને અકસ્માતોની વણઝાર જોવા મળી હતી. જેમાં મોટેભાગે વાહન રોડ પર સ્લીપ ખાતા અકસ્માત જોવા મળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...