તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાદરા પાલિકા અને ભાજપ દ્વારા 200 જેટલા વૃક્ષોનું રોપણ કરાયું

પાદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરા નગરપાલિકા તેમજ ભાજપા હોદ્દેદારો દ્વારા વિશ્વ પરિયાવરણ દિન નિમિત્તે વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરાયું હતું. - Divya Bhaskar
પાદરા નગરપાલિકા તેમજ ભાજપા હોદ્દેદારો દ્વારા વિશ્વ પરિયાવરણ દિન નિમિત્તે વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરાયું હતું.
  • વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વાવાઝોડામાં ધરાશાયી થયેલા વૃક્ષો કરતાં બમણાં વૃક્ષો ઉછેરવા સંકલ્પ લેવાયો

પાદરામાં વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 2021 અંતર્ગત પાદરા નગરપાલિકા અને ભાજપ દ્વારા આવનારી પેઢી માટે તેનું જતન એ આપણી જવાબદારીના ભાગરૂપે પાદરા નગરના વિવિધ વિસ્તારોમાં આશરે 200 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીએ આપણને પરોક્ષ રીતે ઓક્સિજનનું મહત્વ શું છે તે સમજાવ્યું છે. તેમજ તાઉતે વાવાઝોડાથી ધરાશાયી થયેલા વૃક્ષોને સામે પર્યાવરણના દિન 5 જૂન 2021 અંતર્ગત તેના કરતાં બમણાં વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ પાદરા નગરપાલિકાના પ્રમુખ મયુરસિંહ ઝાલા, પ્રવક્તા ચૈતન્યસિંહ ઝાલાએ સંકલ્પ કર્યો હતો.

વિશ્વ પર્યાવરણ દિવસએ પાદરા નગરપાલિકા અને ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બ્યુટીફિકેશન કરાયેલ મોટા તળાવની આસપાસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે પ્રમુખસ્વામી માર્ગ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલથી સ્ટેશન સુધી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ તથા ચૈતન્યસિંહ ઝાલા તથા ઉપપ્રમુખ દેવ્યાનીબેન પટેલ તેમજ જીનીલ પટેલ, ભાજપના ઉપપ્રમુખ અપુર્વ પટેલ, મહામંત્રી શૈલેષ સ્વામી, બાંધકામ સમિતિ ચેરમેન બ્રિજેશ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન સંતોષ પટેલ તથા કૌશિક દરજી, પીયુષ ગાંધી સહિત પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઓક્સિજન આપણને કુદરતી રીતે વૃક્ષોમાંથી મળે છે એનું પ્રમાણ વધારે વૃક્ષો પર્યાવરણ સાચવવા માટે ભારતીય જનતા પાર્ટીના પાદરા નગરપાલિકા દ્વારા શનિવારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંબાજી તળાવ અને આંબેડકર સર્કલની વચ્ચે વૃક્ષારોપણ કરવામાં આવેલું છે અને પર્યાવરણની સાચવણી અને જાળવણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેનું જતન કરીને પર્યાવરણની સાચવણી અને જાળવણી કરવાનો પ્રયાસ પાદરા નગરપાલિકા તેમજ ભાજપા દ્વારા કરવામાં આવેલો છે.

સંગઠનના માધ્યમથી ભાજપા અને પાદરા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પાદરા નગરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણી તેમજ લોકોને ઓક્સિજનની જરૂરિયાત છે તે સામે પર્યાવરણ સમગ્ર દેશ માટે પર્યાવરણ દિવસ એ પાદરા નગર સ્વસ્થ અને રમણીય રહે આવનારી પેઢી માટે તેનું જતન એ આપણી જવાબદારીના ભાગરૂપે પાદરા નગરના વિવિધ વિસ્તારોમાં આશરે 200 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...