આયોજન:મુજપુરમાં સતત 3 દિવસ આધાર કાર્ડ કેમ્પ યોજાયો

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કર વિશેષ | સામાજિક કાર્યકર પઢિયાર ભરતકુમાર ત્રિકમસિંહ દ્વારા કરાયુ આયોજન

પાદરા તાલુકાના મુજપુર ગામે સતત 3 દિવસ સુધી તા. 4 જાન્યુ.થી તા.6 જાન્યુ. સુધી સવારે 10 કલાકથી લઈને સાંજે 5 વાગ્યા સુધી સામાજિક કાર્યકર પઢિયાર ભરતકુમાર ત્રિકમસિંહ દ્વારા અગત્યના દસ્તાવેજ તરીકે ઉપયોગમાં આવતું આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મુજપુર તેમજ આજુબાજુના ગામોના લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

આજે આધાર કાર્ડ વગર કોઈ કામ આગળ વધતું નથી. શાળા બાળકોને આંગણવાડીમાં દાખલ કરો ત્યારથી આધાર કાર્ડની જરૂરિયાત ઊભી થાય છે. શાળમાં નામ દાખલ કરવા, બૈકમાં ખાતું ખોલાવવા, તમામ સરકારી યોજનઓના લાભ આધાર કાર્ડ ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ છે.

ગામડાના લોકોને પડતી પારાવાર મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મુજપુર ગામના વિસ્તાર આથમણાપુરા (મુજપુર) પ્રાથમિક શાળામાં ગામડાના લોકોને પડતી મુશ્કેલી દૂર કરવાના આશ્રયથી ઘર આંગણે આધાર કાર્ડ સુધારા - વધારા, નવું આધાર નાના બાળકોથી લઈને તમામ લોકો આધાર કાર્ડથી વંચિત રહેલ તમામ લાભાર્થીઓને વિના મૂલ્યે નવા 50 કરતા પણ વધારે અંદાજીત આધાર કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.

તેમજ 5 વર્ષથી ઉપરના તમામ બાળકો, વડીલો, માતા અને બહેનોના 230 કરતા પણ વધારે અંદાજીત આધાર કાર્ડમાં સુધારો - વધારો ફિગર અપડેટ અને મોબાઈલ નંબર લિંક સરકારના નિયમો અનુસાર ફ્રી લઈને અપડેટ કરી આપવામાં આવ્યા હતા. તેમજ 35 કરતા પણ વધારે અંદાજીત લોકોને પોસ્ટની વીમા પોલીસી અને પોસ્ટલ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લીધો હતો. આધાર કેમ્પમાં લાભાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...