તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:કરખડીમાં યુવાનોની ટીમે કોરોનાની રસી બાબતે સલાહ-સૂચના આપી

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનમાં રહેલો ડર દૂર કરી રસી મૂકાવવા આગ્રહ કર્યો

પાદરાના કરખડી ગામે સમાજસેવા એ અમારું કર્મના અભિયાન હેઠળ કોરોનાના કહેરના કપરા સમયમાં હાર્દિક પટેલ અને તેમની યુવા ટીમ દ્વારા આ બાબતે ધ્યાન રાખીને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ઘરે ઘરે ફરીને લોકોના મનમાં હજી જે કોરોના વિરોધી વેક્સિનના ભયને દૂર કરવા સલાહ-સૂચના આપી હતી. પાદરામાં કોરોના કહેર વડોદરા જિલ્લામાં અવ્વલ નંબરે છે.

પાદરામાં કોરોનાના કારણે 4500 જેટલા લોકો સંક્રમિત થયા હતા અને અનેક લોકોના બિનસત્તાવાર રીતે મોત નિપજેલા છે. ત્યારે સમાજ સેવા એજ અમારું કર્મોના અભિયાન હેઠળ પાદરાના કરખડી ગામે કોરોના કહેરના સમય દરમિયાન હાર્દિક પટેલ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા અને તેમની યુવા ટીમ દ્વારા કોરોના વિરોધી રસીની બાબતને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે ઘરે ઘરે જઈને સલાહ સૂચનો આપીને લોકોને મનમાં રહેલો ડર દૂર કરી રસી મૂકવવા માટે આગ્રહ કરાયો હતો. ત્યારે હાર્દિક પટેલએ જણાવ્યુ હતું કે વેક્સિનેશન થાય તે માટે અભિયાન હાથ ધર્યું છે. લોકોને રજીસ્ટ્રેશન બાબતે સમજ આપવામાં આવી છે. ગામમાં 100 ટકા વેક્સિનેશન થશે તેવી અમારી આશા છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...