તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:પાદરામાં ઓધવ ભુલાની ખડકી વિસ્તારમાં મેડિકલ ચેકઅપ ન કરાતા લોકોનો હોબાળો

પાદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસ્તારના 23 પરિવારોના 90 સભ્યો કન્ટેનમેન્ટ કરવામાં આવ્યા છે
  • બે દિવસ થયા હોવા છતા વિસ્તારમાં કોઈનું પણ ચેકઅપ કરાયું નથી

પાદરાની ઓધવભુલાની ખડકીમાં યુવાનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આ વિસ્તારને કન્ટેઈમેન્ટ જાહેર કર્યો છે. પરંતુ આ વિસ્તારમાં આરોગ્યની ટિમ દ્વારા કોરોના મેડિકલ ચેકઅપ નહિ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ સાથે હોબાળો મચાવ્યો હતો. જેના પગલે પાલીકા અને પોલીસ તંત્ર દોડી આવ્યું હતું. સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો.

પાદરાના જુના ડેપો વિસ્તારમાં આવેલ ઓધવભુલાની ખડકી વિસ્તારમાં રાહુલ સુરેશભાઈ પટેલને કોરોના પોઝીટીવ આવ્યા બાદ આ વિસ્તારને કન્ટઇનમેન્ટ ઝોન જાહેર કરીને વિસ્તારને સિલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાદરાના આરોગ્ય વિભાગ દ્વારા રહીશોનું કોઈ પણ મેડિકલ ચેકઅપ નહીં કરવામાં આવતા રહીશોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. આરોગ્ય વિભાગ સામે છેલ્લા બે દિવસથી સ્થાનિકો નારાજગી વ્યક્ત કરી આક્ષેપો કરી રહ્યા છે. આજે ફરીવાર રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસ અને પાલિકા તંત્ર દોડી આવ્યું હતું અને સ્થાનિકોની સમસ્યાઓ હલ કરવાનું સમજાવતા મામલો થાળે પડ્યો હતો. 
લક્ષણો દેખાત તો સેમ્પલ લેવાના હોય છે
કનટેનમેનટ વિસ્તારમાં સરકારની નવી ગાઈડ લાઇન પ્રમાણે પ્રથમ દ્રષ્ટિએ લક્ષણો દેખાય તો સેમ્પલ લેવાના હોય છે. અન્ય બે લોકોને જે રાહુલનાં પરિવારજનો હતા તેને ક્વોરન્ટાઈન કરીને બાબરીયા મોકલી અપાયા છે. - ડો.વિમલકુમાર સિંઘ, તાલુકા હેલ્થ ઓફિસર, પાદરા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો