તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાદરામાં ઉભરાતી ગટરની સમસ્યા ભારે વકરેલી છે. જેમાં બે પંપીંગ સ્ટેશનની મોટરો બગડી જતાં તેના સમારકામ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહી થતા વોર્ડ-7ના મહિલા સભ્યના પતિએ ભારે હોબાળો મચાવ્યો હતો. અને જાહેરમાં ચીફ ઓફિસરનો ઉધડો લીધો હતો અને સત્તાધારી હોદેદારો સામે ભારે આક્ષેપો કર્યા હતા. જેમાં મામલો શાન્ત પાડવા ગટર શાખાના 6 કર્મચારીઓને કારણ દર્શક નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. પાદરામાં ઉભરાતી ગટરો પાલિકા માટે માથાનો દુ:ખાવો બન્યો છે.
જેમાં એક સપ્તાહથી બે પંપીંગ સ્ટેશનો સરકારી હોસ્પિટલ સામે અને છીપવાળ તળાવની મોટરો ખોટકાઈ ગઈ છે. છતાં તેના સમારકામ અને ગટરોની ફરિયાદનો યોગ્ય નિકાલ નહી થતા વોર્ડ 7ના ભાજપના મહિલા સભ્યના પતિ ઝીનલ પટેલનો પિતો ગયો હતો અને ચીફ ઓફિસરને તેમની હાજરીમાં બરાબર આડે હાથે લીધા હતા. તે અંગેનો વિડિયો સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થયો હતો અને તેમને ખૂલે આમ ભ્રષ્ટાચાર મીલી ભગતથી થઈ રહ્યો છે. પ્રજાના કામો થતા નથી તેવા આક્ષેપો કર્યા હતા. જેથી પાલિકાના કરતા હરતા નેતાઓએ દોડી આવી મામલો શાંત પાડવાના પ્રયત્નો કર્યા હતા. જેમાં ચીફ ઓફિસરે ગટર શાખાના 6 કર્મચારીને કારણ દર્શક નોટિસ આપી હતી. તેનો જવાબ આપવા જણાવ્યું હતું.
આ બનાવ બનતા પાદરામાં સનસનાટી મચી જવા પામી હતી. પાદરામાં ભાજપની વહીવટી બોડી છે અને ભાજપમાંથી ચૂંટાયેલ સભ્ય પતિ પોતાની બોડી વહીવટ કરી રહી છે. ત્યારે ભ્રષ્ટાચારના ખૂલેઆમ આક્ષેપ કરી રહેલ છે. જે આશ્ચર્યકારક અને નોંધ લેવા બાબત છે. જે 6 કર્મચારીને નોટીશ આપી છે તે ચંદ્રકાંત પટેલ, દક્ષેશ ચોહાણ, ભરત ચોહાણ, સલીમ બેલીમ, જગદીશ પઢિયાર અને રાઠોડ જેમાં તમારી નિષ્કાળજીના કારણે મોટર બળી રહી છે અને પાલિકા વગોવાય છે. ગંદકી ફેલાય છે, પ્રજાને મુશ્કેલી પડી રહી છે. તેમ કહીને કારણ દર્શક નોટિસ આપી હતી.
કર્મચારીઓની નિષ્કાળજીના કારણે મોટર બળી ગઈ હતી
ગટર શાખાના 6 કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ કર્મચારીઓની નિષ્કાળજીના કારણે મોટર બળી ગઈ છે. તેમનો જવાબ આવ્યા પછી કાયદેસર પગલાં લઈશું. - મુકેશ ભાઈ ડી. જોશી, ચીફ ઓફિસર, પાદરા
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.