વિવાદ:પાદરાના વણકરવાસમાં છોકરાઓને ક્રિકેટ સિવાયની બીજી રમત રમવાનું કહેતાં ઝઘડો

પાદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 મહિલાઓ સહિત 4 વ્યક્તિ સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પાદરાના વણકરવાસમાં ક્રિકેટ સિવાયની બીજી રમત રમવાનું છોકરાઓને કહેતા જે બાબતે ઝઘડો બોલાચાલી થયેલ તેનું સમાધાન થવા છતાં જેની અદાવત રાખી ઘર આગળ આવી ઝઘડો કરતા ઘરના સભ્યો છોડાવવા પડતાં પથ્થરનો બ્લોક કપાળના નાકની ઉપર મારી ગંભીર ઈજાઓ કરતા બે મહિલાઓ સહિત ચાર વ્યક્તિ સામે ગુનો નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પાદરા ના વણકરવાસમાં રહેતા હિરેન ઠાકોરભાઈ પાદરીયા ફોટોગ્રાફરનો ધંધો કરે છે. પોતાની ફોર વ્હીલ ગાડી નગરપાલિકાની ખુલ્લી જગ્યામાં પાર્ક કરે છે.

ફોર વ્હીલ ગાડી પાર્ક કરેલી હોય તેને નુકસાન ન થાય તે માટે ફળિયાના છોકરાઓ ક્રિકેટ રમતા હોય તેઓને કરેલ તમે અહીંયા ક્રિકેટ રમશો નહીં. ક્રિકેટ રમવી હોય તો બીજા ગ્રાઉન્ડમાં જાઓ તમે ક્રિકેટ સિવાય બીજી રમત રમો કહી પાર્ક કરેલી ગાડીને વાગશે તો નુકસાન થશે. તેવું કહેતા છોકરાઓ આગા પાછા થઈ ગયા હતા. થોડીવાર પછી ક્રિકેટ રમતા છોકરાઓને લઈને આવેલા છોકરાઓને કહેલ ક્રિકેટ રમતા કોણ રોકે છે જગ્યા કોના બાપની છે? ક્રિકેટ રમવાનું શરૂ કરો ગાળો બોલતા દરમિયાન સંબંધી ઉષાબેન આવી ગયેલ હતા.

બને પક્ષના ઘરવાળા પોલીસ ફરિયાદ નોંધાવવા ગયેલ પરંતુ ઝઘડાનું લેખિતમાં સમાધાન થઈ ગયેલ હતું. ગઈ કાલે બપોરના સમયે હિરેન પાદરીયાના મોટા પપ્પાના ઘર પાસે ગાળો બોલી મારા મારી કરતા અને તેઓને છોડાવવા વચ્ચે પડતાં અંજુબેન પથ્થરનો બ્લોક પકડીને કપાળના ભાગે નાકથી ઉપર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.

સારવાર અર્થે 108માં વડોદરા એસ. એસ. જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ દરમિયાન ગાડીમાં મુકેલ કેમેરાની બેગ પણ મળી નહીં આવતા પાદરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં ગૌરાંગ વિનોદ પરમાર, સતીષ પૂનમ પરમાર, અંજુબેન રાહુલ પરમાર, જશોદાબેન પૂનમ પરમારનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...