કાર્યવાહી:ખોટું બિલ બનાવી ટેન્કરમાં લઈ જવાતો શંકાસ્પદ વેસ્ટ કેમિકલનો જથ્થો ઝડપાયો

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરાયાથી સુરત ગેરકાયદેસર રીતે કેમિકલ ભરાવી લઈ જવાતું હતું : 3 સામે ગુનો નોંધવામાં આવ્યો

પાદરામાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પ્રેરીબિગમાં હતી. દરમિયાન બાતમી મળેલ હતી કે ઉમરાયા બાજુથી ડભાસા થઈ સુરત તરફ ટેન્કરમાં શંકાસ્પદ વેસ્ટ કેમિકલ ભરેલું ટેન્કર જનાર છે. જેને લઇને પોલીસ વોચમાં હતી. તે દરમિયાન બાતમી વાળું ટેંકર આવતા તપાસ કરતાં અંદર અત્યંત દુર્ગંધ મારતું પ્રવાહી ભરેલ વેસ્ટ કેમિકલ હતું. જેના આધાર પુરાવા માગતાં બિલમાં વેસ્ટ એલ્યુમિનિયમ કલોરાઇડ નામનું મટીરીયલ 31,450 કિલો ગ્રામ જેની કિંમત રૂપિયા 3,711ની કિંમતનું રાદરી મટીરીયલ કેમ સ્ટાર ઓર્ગેનિકસ લી., ઉમરાયા ખાતેથી ભરી જય અંબે કેમિકલ, સુરત મોકલવાનું હતું.

ટેન્કરની કિંમત 10 લાખ, મોબાઈલ નંગ - 2 કિંમત રૂપિયા 20,000, જેમાં ટેન્કરમાં ભરેલ વેસ્ટ એલ્યુમિનિયમ કલોરાઈડ નામનું મટીરીયલ રજૂ કરેલ બિલ શંકાસ્પદ જણાતાં કુલ 10,23,711ના મુદ્દામાલ કબ્જે કરી 4(1) ડી મુજબ કાર્યવાહી કરી હતી.ટેન્કરમાં ભરેલ વેસ્ટનું મટીરીયલ શંકાસ્પદ હતું. ઉપરાંત કંપનીએ GPCBની મંજૂરી મેળવેલ નથી. તપાસમાં ડ્રાઇવર સંજય રણછોડભાઈ વેગડ- સુરત ટેન્કર માલિક જયેશ ગેલાભાઈ જોગરના કેમિકલ કેમ સ્ટાર ઓર્ગેનિક કંપની, એકલબારા, પાદરા ખાતેથી નાશ કરવા માટે ભરી જય અંબે કેમિકલની જગ્યાએ અન્ય કોઈ જગ્યાએ ખાલી કરવા લઈ જતા હતા.

તેમજ વિપુલ શનાભાઈ પઢિયારે ગેરકાયદેસર રીતે કેમિકલ ભરાવી ખોટું બિલ બનાવી સાચા તરીકે રજૂ કરેલ હોય કેમિકલ જેવા પદાર્થ અંગે નિષ્કાળજી દાખવી મનુષ્યની જીંદગી જોખમાય તેવું કૃત્ય કરી નિયમોનો ભંગ કરતા પોલીસે 3 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...