ધરપકડ:પાદરાના વિશ્રામપુરાથી 1.652 કિલોનો ગાંજાનો જથ્થો ઝડપાયો

પાદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંધારી વગામાં મકાનમાં ગાંજો રાખી આરોપી વેચાણ કરતો હતો
  • દાહોદના ઈસમે ગાંજો વેચવા આપ્યો હોવાનું જણાવતાં SOGએ ટોકરવાના ઈસમને પણ ઝડપ્યો

જિલ્લા એસ.ઓ.જી એ વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નશાકારક ગાંજાનો વેપાર કરતા બે ઈસમોને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. વડોદરા જિલ્લા એસ.ઓ.જીને ચોક્કસ બાતમી મળી હતી કે પાદરા તાલુકાના વિશ્રામપુરા ગામના અંધારી વગામાં રહેણાંક મકાનમાં નશાકારક ગાંજો રાખી વેચાણ કરી રહ્યા છે. જે આધારે રેડ કરતા નારણભાઈ ગોપાળભાઈ પટેલના ઘરે રેડ કરતા નશાકારક વનસ્પતિજન્ય ગાંજો જેનું કુલ વજન 1.652 કિલો કિંમત રૂપિયા 16,520નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

નશાકારક ગાંજાનો વેપલો કરતા નારાયણભાઈ પટેલની પૂછપરછ કરતા તેણે આ ગાંજો રણવતસિંહ બારીયા નામના ઈસમે વેચાણ આપેલ હોવાની માહિતી જણાવતા એસઓજી દ્વારા કાર્યવાહી હાથ ધરી ટેકનિકલ રોસોર્સના આધારે રણવતસિંહ ગોપીસિંહ બારીયા, રહે. ટોકરવા, તા.ધાનપુર, જિ. દાહોદને પણ ઝડપી પાડયો હતો. વડોદરા જિલ્લા ગ્રામ્ય દ્વારા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી નશાકારક વનસ્પતિજન્ય ગાંજો વજન 1.652 ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા 16,520 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 17,620નો મુદ્દામાલ પકડી નારણભાઈ ગોપાળભાઈ પટેલ, રહે.વિશ્રામપુરા, તા.પાદરા જિ. વડોદરા તથા રણવતસિંહ બારીયા, રહે. ટોકરવા, તા. ધાનપુર, જિ. દાહોદ તથા અન્ય ત્રીજા ઈસમ કે જેને રણવત બારીયાને ગાંજો આપનાર પર્વતભાઈ ધીરાભાઈ નાયકા રહે. લખના, આમલી ફળીયુ, તા.ધાનપુર, જિલ્લો. દાહોદનાની વિરુદ્ધ વડુ પોલીસ મથકે ધી નારકોટીક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને પર્વતભાઈ ધીરાભાઈ નાયિકાને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જેને લઇ સમગ્ર પંથકમાં નશાકારક વસ્તુઓનો વેપલો કરતા બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...