તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પાદરાના ઘાયજ રોડ પર અજાણ્યા વાહનની ટક્કેર રાહદારીનુ મોત

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેશભાઇને ચુડેલ માતાના મંદિર તરફ નડેલો જીવલેણ અકસ્માત

પાદરાના ઘાયજ રોડ પર ચુડેલ માતાજીના મંદિર પાસે એક અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. વાહન ચાલક સ્થળ પરથી વાહન લઈ નાસી ગયેલ હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાવી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાદરાના ઘાયજ ગામે રહેતા મહેશ મુળજીભાઈ હરિજન ગુરુવારે મોડી સાંજના સમયે જમી પરવારીને રોજની જેમ પાદરા કરજણ રોડ પર આવેલા ચુડેલ માતાના મંદિર તરફ ગયા હતા. તે વખતે અજાણ્યા વાહન ચાલકે અથાડી એક્સિડન્ટ કરી રોડની બાજુમાં ધડાકાભેર પાડી દેતા ગંભીર ઇજાઓ માથાના ભાગે, શરીરના ભાગે સાધારણ ઇજાઓ થતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. દરમ્યાન અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ઘટના સ્થળે મહેશ હરિજનનાઓએ પાદરા સરકારી દવાખાને લઈ જઈ પી.એમ. માટેની તજવીજ હાથ ધરી હતી. પાદરા પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલકને પકડી પડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...