પાદરાના લતીપુરા ગામે રહેતા ચંદ્રકાંત શંકરભાઈ પટેલ વહેલી સવારે એક્ટિવા લઈને ધંધાર્થે જવા પાદરામાં આવેલ સંતરામ કોમ્પલેક્ષમાં આવેલ દુકાને જવા નીકળેલ હતા. દરમિયાન અંબાશંકરી મંદિર પાસે અચાનક વાંદરો ઝાડની ડાળી પર કુદ્યો હતો. જે ડાળી ચાલકના માથાના ભાગે પડતા માથામાં ગંભીર ઈજાઓ થવા પામી હતી.
પરિવારજનોએ ફોરેસ્ટ ખાતાને અનેક વાર ઝાડની ડાળીઓ કાપવા તથા કપિરાજના ત્રાસની રજૂઆત કરી હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે કોઈ પગલાંના લેતાં પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિવારજનો તથા ગ્રામજનોનો ફોરેસ્ટ ખાતા સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સાથે સાથે ઝાડની વધેલી ડાળીઓ તાત્કાલિક ધોરણે નહીં કપાય તો ગ્રામજનો તથા પરિવારજનોએ વન વિભાગ કચેરીએ ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સમગ્ર બનાવની પાદરા પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી પીએમની તજવીજ હાથ ધરી હતી.
પાદરા-લતીપુરા રોડ પર જોવા મળતો કપિરાજનો આતંક
પાદરા લતીપુરા રોડ પર તથા લતીપુરાથી સાધી જવાના માર્ગ પર કપિરાજનો અવાર નવાર આતંક જોવા મળે છે અને તેના કારણે અવાર નવાર અકસ્માતોના બનાવ સર્જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.