તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પાદરામાં ભાજપના હોદેદારો અને કાર્યકરોની મીટિંગ મળી

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાદરા શહેર ભાજપ દ્વારા સેવા હિ સંગઠન અંતર્ગત બેઠક મળી હતી. - Divya Bhaskar
પાદરા શહેર ભાજપ દ્વારા સેવા હિ સંગઠન અંતર્ગત બેઠક મળી હતી.
  • આગામી કાર્યક્રમના અનુસંધાનમાં માર્ગદર્શન અપાયું
  • વૃક્ષારોપણ તથા કોરોના વેક્સિનના કાર્યક્રમો યોજાશે

પાદરામાં ભાજપ દ્વારા આગામી કાર્યક્રમના આયોજન રૂપી સેવા હિ સંગઠન અંતર્ગત ભાજપ શહેર તાલુકાના હોદેદારો અને કાર્યકરોની મિટિંગ મળી હતી, જેમાં આગામી કાર્યક્રમના આયોજન રૂપી કાર્યકરોને ઉપસ્થિત મહાઅનુભવોએ માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી પાદરા તાલુકાની અગત્યની બેઠક આગામી કાર્યક્રમના અનુસંધાનમાં પાદરા બજાર સમિતિ પાદરા ખાતે યોજાઇ હતી. જેમાં પાદરા તાલુકાના પ્રભારી પ્રભાતસિંહ પરમાર ખાસ હાજર રહી કાર્યક્રમના સંદર્ભમાં માર્ગદર્શન આપ્યું હતું.

ભા.જ.પા ગુજરાત પ્રદેશમાં આગામી કાર્યક્રમો સમગ્ર ગુજરાતભરમાં યોજાનાર હોય અને મંડળ કક્ષાએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ, વિશ્વ યોગ દિવસ અને વૃક્ષારોપણ તથા કોરોના વેક્સિન રસીકરણ અંગેના કાર્યક્રમો યોજાનાર હોય તે અંગે આયોજન સંદર્ભે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં તાજેતરમાં જ સંગઠનમાં નિમણૂક થયેલા કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ જીતેન્દ્રસિંહ વાઘેલા, યુવા મોરચાના જીલ્લા મહામંત્રી રવીન્દ્રસિંહ સોલંકી, મહિલા મોરચાના પ્રમુખ મનિષાબેન ભાવસારનું સન્માન કરાયું હતું.

સમગ્ર બેઠકનું આયોજન અને સંચાલન મહામંત્રી સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી પ્રભાતસિંહ પરમાર, જિલ્લા મંત્રી અંજુબેન ગોહિલ, કિસાન મોરચાના પ્રમુખ જીતેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ ઉપ પ્રમુખ મહેશભાઈ જોષી, પ્રદેશ આમંત્રિત સભ્ય લાલજી બાવા પઢિયાર, વકીલ મહામંત્રી તાલુકા સુરેશભાઈ પટેલ, મહેન્દ્રસિંહ પઢીયાર, જીલ્લા મહામંત્રી યુવા રવિન્દ્રરસિંહ સોલંકી, તાલુકા કારોબારી ચેરમેન હેમેસ પટેલ તથા તાલુકા પંચાયતના સભ્ય, હોદેદારો, કાર્યકરો હાજર રહી સંગઠનની બેઠક સફળ બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...