રજૂઆત:પાદરા તાલુકા માટે 2196 લાખની ગ્રાન્ટ ફાળવાઈ

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ધારાસભ્ય દિનુમામાએ વિકાસના કામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી

પાદરા તાલુકામાં ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ ધારાસભ્ય દિનુમામાની રજૂઆતના પગલે 2196 લાખની અંદાજિત રકમની ગ્રાન્ટ પાદરા તાલુકાના વિકાસ માટે ફાળવેલ છે. પૂર્વ ધારાસભ્ય દિનુમામાએ જણાવ્યું હતું કે પાદરા તાલુકાના જાહેર હિતના વિકાસલક્ષી કામો મુખ્યમંત્રી ગામ સડક હેઠળ સંદર્ભિત પત્રથી નવા નોન પ્લાન કાચા રસ્તાઓ એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ એક તાલુકાથી બીજા તાલુકાને જોડતા રસ્તો અને 7 વર્ષની રિયર ફિટનેસ ન થઈ હોય તેવા પ્લાન રસ્તાઓને રીસરફેસ કરવા માટે પાદરા તાલુકાના માજી ધારાસભ્ય દિનુમામાની વારંવાર અગાઉ લેખિત રજૂઆતના પગલે રૂપિયા 2196 લાખના અંદાજિત વિવિધ વિકાસના કામને મંજૂરી મળતા પાદરા તાલુકાની જનતામાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગના મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ પાદરાના બ્રાહ્મણવસીથી કહાણવા રોડ, માસરથી બ્રાહ્મણવસી રોડ, વનછરાથી દનોલી ને જોડતો રસ્તો, મુવાલથી સાંઢાને જોડતો રસ્તો, વડું વારાંડાથી અંધારીપુરા, શહેરા ગામથી સંબોઈ ગામેને જોડતો રસ્તો, વણછરાથી દનોલી, નરસિંહપૂરા છાસર તલાવડીથી થઈ વાદિલાપૂરા કેનાલને જોડતો રસ્તો, વડું નવા પોલીસ સ્ટેશનથી વરંડા તળાવ થઈ વિશ્રામપૂરા તિરાઈ કુઈને જોડતો રસ્તો, સાંઢા ગામેથી ઠબુ તલાવડીથી ધરમપુર ગામને જોડતો રસ્તો સહિતના વિવિધ ગામો અને તાલુકાને જોડતા રસ્તાને માટી કામ, મેન્ટલ કામ, ડામર કામ, નાડા કામ તથા સી. સી રોડ સહિતની સૂચિત કામગીરી અંદાજિત રૂપિયા 2196 લાખ રૂપિયાના કામોને મંજૂરી મળી છે.

અન્ય સમાચારો પણ છે...