કોરોનાવાઈરસ:પાદરામાં કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા

પાદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય વિભાગ દ્વારા પાદરાના દરેક વિસ્તારમાં જઈને મેડિકલ ચેકઅપ કરી ઉકાળા અને હેમિયોપેથીક દવા અપાઈ હતી. - Divya Bhaskar
આરોગ્ય વિભાગ દ્વારા પાદરાના દરેક વિસ્તારમાં જઈને મેડિકલ ચેકઅપ કરી ઉકાળા અને હેમિયોપેથીક દવા અપાઈ હતી.
  • અત્યાર સુધી કુલ 152 કેસ : એક કેસ ગામડાનો, જ્યારે 7 કેસ પાદરા નગરનાં

સોમવારના રોજ કોરોના પોઝિટિવ 8 જાહેર થયા છે. જેમાં એક કેસ ગામડાનો છે જ્યારે 7 કેસ પાદરા નગરનાં છે. જે આંક દિન પ્રતિદિન વધી રહ્યો છે જે કુલ આંક 152 પહોંચ્યો છે. પાદરામાં સોમવારનાં રોજ 8 કોરોના પોઝિટિવ જાહેર થયા છે. જેમાં 1 કેસ ગામડાનો છે જ્યારે 7 કેસ પાદરા નગરના છે.  

આરોગ્ય વિભાગ પાદરાના દરેક વિસ્તારમાં જઈને લોકોની મેડિકલ ચેકઅપ કરે છે. ઉકાળા અને હોમિયોપેથીક દવા આપે છે. જેના દ્વારા શરીરમાં એમ્યુનીટી વધે છે.  પાદરામાં દિન પ્રતિદિન કેસો વધતા હવે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. વેપાર ધંધા ઠપ થયા છે. ગામડાના લોકો પાદરામાં આવતા ડરી રહ્યા છે. તંત્ર હજી વધુ નક્કર પગલાં લે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...