તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાદરામાં શુક્રવારે વધુ 5 કોરોના પોઝિટિવ કેસ, કુલ આંક 3750

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે કોરોના માટેના વધુ 385 ટેસ્ટિંગ કરાયા
  • સરસવણી ગામે બે દિવસમાં 6 જણાંને કોરોના

પાદરામાં વીતેલા 24 કલાકમાં વધુ 5 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. પાદરા શહેર તાલુકાના સીએચસી અને પીએચસી સેન્ટરો પર થતા ટેસ્ટીંગ દરમ્યાન સામે આવતા કેસો છેલ્લા બે દિવસથી ઓછા આવે છે, ત્યારે શુક્રવારે વધુ 385 ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં સત્તાવાર રીતે 5 પોઝિટિવ આવ્યા હતા અને 380 નેગેટીવ આવ્યા હતા.

જ્યારે કોરોના દર્દીઓની સંખ્યાની આગેકુચ જારી રહી હતી. કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો 3750ને પાર પહોંચ્યો છે. ત્યારે પાદરા સરસવણી ગામે બે દિવસમાં 6 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હોવાની માહિતી મળેલી છે.

અન્ય સમાચારો પણ છે...